દિનેશ પટેલ કામરેજ: વર્તમાન સમયમાં હાલની યુવા પેઢીને સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ થવા અવનવા ખેલ કરી પ્રચલિત થવાનું જાણે ઘેલું લાગ્યું છે. સોશ્યલ મીડિયામાં તેમના દ્વારા વહેતી મુકાતી કેટલીક રિલ આજની યુવા પેઢી માટે મુસીબત નોતરનારી સાબિતત થઈ રહી છે. ત્યારે સારા નરસા પાસાનો વિચાર કર્યા વિના સોશ્યલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા જતા વરાછા વિસ્તારના કેટલાક યુવાનોઓએ કામરેજ પોલીસ (Kamrej Police Chirag Mandani) મથકની હવા ખાવાનો વારો આવ્યો હતો.
ગત 29 જુલાઈના રોજ જાહેર માર્ગ પર ગાડી મૂકી રોડ બ્લોક કરી હારબંધ ફટાકડાની આતશબાજી કરી વટ પાડવા ઉજવેલા જન્મ દિવસનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. કામરેજ પોલીસે ત્રિશુલ ન્યુઝ યુ ટ્યુબ મધ્યમાંથી પ્રસારિત થયેલા વીડિયોના પગલે એક્શનમાં આવી વીડિયોમાં સામેલ નબીરાઓની તપાસ હાથ ધરી હતી.જે અંગે કામરેજ પીએસઆઇ વી.આર ઠુમ્મર સહિતની ટીમ દ્વારા શોધખોળ આદરતા કામરેજ પોલીસે ઉજવણીમાં સામેલ આંઠને ઝડપી પાડી બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
કામરેજ વિસ્તારના ખડસદ ગામ નજીક નવ નિર્મિત રીંગરોડ પર સરદાર ચોક પર આવેલી ભાઈની ભાજી નામની હોટેલ સામે ગત 29 જુલાઈ રાત્રીના દશ વાગ્યા આસપાસ જાહેરમાં રોડ બ્લોક કરી દઈ હાર બંધ ફટાકડાની આતશબાજી સહિત ફોમ જેવા જ્વલનશીલ પદાર્થ જાહેરમાં સળગાવી ભયનો માહોલ ઊભો કરતો જન્મ દિવસની ઉજવણી વાળો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો.જે અંગેની ફરિયાદ કામરેજ પોલીસ કર્મી દ્વારા નોધાવવામાં આવી હતી.
જન્મ દિવસની ઉજવણીમાં સામેલ (1) ચિરાગ કાંતિભાઈ માંડાણી (Chirag Mandani) રહે.103 યોગી ચોક વરાછા સુરત (2) મિતેશ પરેશભાઈ પરમાર રહે.504 સુમન સંગીની પરવત પાટીયા સુરત (3) અનિલ અમરૂભાઈ વાળા રહે.298 અભય નગર મારુતિ ચોક વરાછા રોડ સુરત(4) શૈલેષ ભારુંભાઈ ડાભી રહે.20 રામદેવ નગર સોસાયટી પુણાગામ સુરત (5) મનિષ જયસુખભાઈ રાખોલિયા રહે.ડી/108 રામ વાટિકા સોસાયટી કામરેજ (6)ઋત્વિક રમેશભાઈ મેર રહે.70 વર્ષા સોસાયટી માતા વાડી વરાછા સુરત (7) અંકિત જયસુખભાઈ ભુવા રહે.101 રિદ્ધિ સિદ્ધિ સોસાયટી હિરાબાગ વરાછા સુરત (8)અજય ધરમશી ભાલીયા રહે.બી 4 કૃષ્ણ નગર સોસાયટી માતાવાડી વરાછા સુરત સહિત આંઠને ઝડપી પાડયા હતા. જ્યારે ગાયત્રી સોસાયટી રચના સર્કલ નજીક રહેતા સંતોષ સોહલા તેમજ માતાવાડીની વર્ષા સોસાયટી ખાતે રહેતા જયદીપ મકવાણા સહિત બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube