આ ખુબસુંદર અભિનેત્રીની લાશ લટકતી હાલતમાં મળી આવતા બોલીવુડ ફિલ્મજગતમાં મચ્યો ખળભળાટ

બોલીવુડનાં દિગ્ગજ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો ત્યારે હાલમાં ફિલ્મજગતમાંથી આવા જ એક દુખદ સમાચાર સામે આવ્યા છે. હાલમાં સાઉથ-બોલિવૂડ ડિરેક્ટર રાઘવ લોરેન્સની ફિલ્મ ‘કંચના 3’માં કુલ 4 હીરોઇન જોવા મળી હતી. આ ફિલ્મમાં ઓલીવાય, વેધિકા તથા નિકી તંબોલી હતાં.

આની ઉપરાંત ચોથી એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા પણ હતી. રશિયન મોડલ અને એક્ટ્રેસ એલેક્ઝાન્ડ્રા એક્ટિંગ કરિયર માટે ભારત આવી હતી. ગોવામાં ભાડેના મકાનમાં રહેતી 18 ઓગસ્ટના રોજ એલેક્ઝાન્ડ્રા મૃત અવસ્થામાં મળી આવી છે. અહીં નોંધનીય છે કે, ‘કંચના 3’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ સાબિત થઈ હતી.

રસોડામાં લટકતી જોવા મળી લાશ:
24 વર્ષની રશિયન મોડલ એલેક્ઝાન્ડ્રાએ તમિળ ફિલ્મ ‘કંચના 3’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એલેક્ઝાન્ડ્રા ગોવાના સિઓલીમમાં ભાડાના મકાનમાં પ્રેમીની સાથે રહેતી હતી. પોલીસના જણાવ્યા મુજબ, અભિનેત્રીનો પ્રેમી ઘરમાં ન હતો ત્યારે તેણે આપઘાત કરવાનું નક્કી કર્યું હતું તેમજ તેણે રસોડામાં પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો. તેણે પોતાની પર્પલ રંગની સાડીનો ફંદો બનાવીને આપઘાત કર્યો હતો.

માનસિક રીતે અસ્વસ્થ:
પોલીસ જણાવે છે કે, એલેક્ઝાન્ડ્રા માનસિક રીતે બીમાર હોવાથી તેની સારવાર ચાલી રહી હતી. ગોવા પોલીસને આ કેસ સુસાઈડનો લાગતા પણ તેઓ પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જુએ છે. પોલીસના મત મુજબ, એક્ટ્રેસનો પ્રેમી જ્યારે આવ્યો ત્યારે તેણે જોયું હતું કે, ઘરનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. તેણે દરવાજો ખખડાવતા કોઈ જવાબ ન મળ્યો.

વર્ષ 2019માં ફોટોગ્રાફર્સની વિરુદ્ધ ફરિયાદ:
વર્ષ 2019માં એલેક્ઝાન્ડ્રાએ ચેન્નઇનાં ફોટોગ્રાફરની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એલેક્ઝાન્ડ્રાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફોટોશૂટ પછી ફોટોગ્રાફરે તેની સાથે સૂવાનું જણાવ્યું હતું. તેણે ના પાડી તો ફોટોગ્રાફરે તેને બ્લેકમેલ કરીને ધમકી આપી કે, જો તે તેની સાથે ન સૂવે તો ફેક એડિટેડ અશ્લીલ ફોટો વાઇરલ કરશે. આ કેસમાં પોલીસ દ્વારા ફોટોગ્રાફરની ધરપકડ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *