દેશ-દુનિયામાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ૪૮ કલાકમાં ગુજરાતમાં પણ કોરોના ના કેસ અસામાન્ય રીતે વધી રહ્યા છે. ગત અઠવાડિયે જમાતીઓ દ્વારા કોરોના ની સારવાર કરી રહેલા ડોક્ટરો અને નર્સ સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. અને અમુક અહેવાલો એવા પણ સામે આવ્યા હતા. જેમાં કથિત રીતે આ જમાતીઓ સારવાર કરનાર કર્મચારીઓ પર થુંકી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં તબલીગી જમાત સાથે જોડાયેલા ત્રણ લોકો હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. શરૂઆતમાં ફરિયાદ મળી હતી કે, આ ત્રણે વ્યક્તિ ઇલાજમાં ડૉક્ટરોને સહયોગ કરી રહ્યા નથી. અને સાથે ગેરવર્તણૂક કરે છે. અને કથિત રૂપે જમાતીઓ ડોકટરો પર થુંક્યા પણ હતા.
હવે જ્યારે આ લોકોની તબિયત ખરાબ થવા લાગી છે, અને કોરોના પોઝિટિવ હોવાથી તેમનું શરીર સાથ નથી આપી રહ્યુ, ત્યારે આ ત્રણેય હવે પોક મૂકીને રડે છે. અને સારવાર કરી રહેલા કર્મચારીઓ પાસે આજીજી કરે છે કે અમારો જીવ બચાવી લો.
એક ખાનગી નેશનલ ન્યુઝ એજન્સી દ્વારા આ મામલે hailet હોસ્પિટલ ના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર અશોક સાથે વાત કરી જેમાં અશોક શુક્લા કહે છે કે, “શરૂઆતમાં ત્રણ વ્યક્તિઓ સમયસર દવાઓ લેતા નહોતા. ડોક્ટરોને સહયોગ પણ કરતા નહોતા. પરંતુ હવે જ્યારે તેઓ ને મરવાનો ડર લાગી રહ્યો છે. ત્યારે તેઓ ડોક્ટર અને નર્સ ની વાત માની રહ્યા છે. રડવું એ તો મનોવૈજ્ઞાનિક અસર છે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ ડરી જાય છે, ત્યારે તે આવી હરકતો કરતો હોય છે.
કાનપુર ના DM બ્રહ્મદેવ રામ તિવારી કહે છે કે, “અમારા જિલ્લામાં 11 લોકો કોરોનાવાયરસ પોઝિટિવ હતા. જેમાંથી એક વ્યક્તિ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો છે.” ઉલ્લેખનીય છે કે, કાનપુર સ્થિત લાલા લજપતરાય હોસ્પિટલના મુખ્ય સંચાલક આરતી લાલચંદાની એ કહ્યું હતું કે, “હોસ્પિટલના અમુક કર્મચારીઓએ આરોપ લગાવ્યો છે કે, આઇસોલેશન વોર્ડમાં રખાયેલા કેટલાક દર્દીઓએ તેમની સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે. લાલા લજપતરાય હોસ્પિટલમાં દિલ્હીનાં તબલીગી જમાતના કાર્યક્રમમાંથી પરત આવેલા ૨૨ લોકોને દાખલ કરવામાં આવ્યા હતા. જેઓએ આ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી તેવો આરોપ લગાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news