યુપી(UP) ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તમામ પક્ષોએ તેનું સ્વાગત કર્યું છે અને પોતાની જીતનો દાવો કર્યો છે. આ બધાની વચ્ચે આઈપીએસ ઓફિસર(IPS officer) અને કાનપુરના પોલીસ કમિશનર(Police Commissioner) એવા અસીમ અરુણે(Asim Arun) ભારતીય જનતા પાર્ટીમાં(BJP)થી ચૂંટણી લડવા માટે VRS(સ્વેચ્છિક નિવૃત્તિ) લીધુ છે. હાલમાં આ પોલીસ કમિશ્નરનું રાજીનામુ મંજૂર કરી દેવામાં આવ્યુ છે. સાથે સાથે તેઓ હવે IPS ફરજ પરથી પણ છુટા થઇ ગયા છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યુ છે કે, યુપી વિધાનસભા ચૂંટણીમાં તેઓ કન્નોજની બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાના છે. વીઆરએસ(સ્વેચ્છિક નિવૃત્તિ) લીધા બાદ તેમણે પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત પણ કરી હતી.
અસીમ અરુણ પોતે પણ કન્નોજ વિસ્તારના વતની હોવાથી તેઓ આ જ વિસ્તારને પોતાના રાજકારણની કર્મભૂમિ પણ બનાવવા ઈચ્છી રહ્યા છે.
શનિવારના રોજ તેમણે ફેસબૂક પર જાણકારી આપતા કહ્યું હતું કે, યોગી આદિત્યનાથ તરફથી મને ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાની ઓફર મળી છે અને આ વાતની મને ખુબ જ ખુશી છે. હું મારા અનુભવને રાજકારણના ઉપયોગમાં લેવા ઈચ્છી રહ્યો છું. હું મહાત્મા ગાંધીજીના સિધ્ધાંતો પર કામ કરીને સમાજના તમામ વર્ગના સન્માન માટે ખુબ જ મહેનત કરીશ. તેમણે દુખ વ્યક્ત કહ્યું હતુ કે, હવે હું પોલીસની વર્દી ક્યારેય નહીં પહેરી શકું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.