ગઈકાલે એટલે કે, 10 જાન્યુઆરીનાં રોજ પ્રખ્યાત અભિનેતા રિતિક રોશનનો 47મો જન્મદિનની ઉજવણી કરી હતી. 10 જાન્યુઆરી, વર્ષ 1974માં દિગ્દર્શક રાકેશ રોશન તથા પિંકીના ઘરે જન્મેલ રીતિકે પણ તેના પિતાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું હતું. આની સાથે જ બાળ કલાકાર તરીકે તેની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ધીમે-ધીમે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે હિન્દી સિનેમામાં પોતાના પગ જમાવીને સૌપ્રથમ વખત ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મમાં રીતિક મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. વર્ષ 2000માં રિલીઝ થયેલ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’માં રીતિક રોશને રોહિત ઉર્ફે રાજ ચોપડાની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મમાં અમિષા પટેલ લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ કર્યા પછી રીતિકને કુલ 30,000 થી પણ વધારે પ્રપોઝલ મળ્યા હતા. આટલું જ નહીં આ ફિલ્મ કર્યા પછી રીતિક રોશનની ફીમેલ ફેન ફોલોઈંગ જબરદસ્ત વધી ગઈ હતી. આવા સમયે અમિષા પટેલ પહેલાં આ ફિલ્મ કરીના કપૂરને ઓફર કરવામાં આવી હતી.
જેને કરીનાએ રિજેક્ટ કરી દીધી હતી. ત્યારપછી અમિષા પટેલને આ રોલ ઓફર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મની શૂટિંગની શરૂઆત થયા પછી કરીનાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. કરીનાએ એક ઈન્ટરવ્યૂમાં આ વાત યાદ કરતા કહ્યું કે, ફિલ્મની એડિટિંગ સમયે એક ગરબડ થઈ ગઈ હતી. જેમાં મારો એક મોટા પત્થર પાછળ ઉભેલો સીન છે. તેમાં અમિષા નહીં પણ હું ઊભી છું.
કરીના કપૂર ખાન જણાવે છે કે, આ સમયે મૈં અને મારી માતાએ એટલું લાંબુ કંઈ વિચાર્યું કે કેલ્ક્યુલેટ ન હોતું કર્યું. કરીનાએ જણાવ્યું હતું કે, એ સમયે કોઈએ પણ ફાયદા અથવા તો નુકસાન વિશે વધુ વિચાર્યું નહીં હોય. મૈં બસ એ જ કર્યું જે મને યોગ્ય લાગ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle