કોરોના વાયરસની નવી તરંગનો સામનો કરી રહેલા કર્ણાટકે બે અઠવાડિયા માટે લોકડાઉન જેવા પ્રતિબંધની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પાએ સોમવારે જાહેરાત કરી કે, રાજ્યમાં દિલ્હી અને મહારાષ્ટ્રથી પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેને કારણે 14 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. કર્ણાટકમાં આવતીકાલ રાતથી આ કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે.
આ લોકડાઉન દરમિયાન, ફક્ત આવશ્યક સેવાઓ જ છૂટ આપવામાં આવશે. આવશ્યક ચીજો સાથે સંબંધિત દુકાનો પણ 4 કલાક માટે ખુલ્લી રહેશે. ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે, પરંતુ બાંધકામ બંધ રહેશે. કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું છે કે, 1 મેથી 18 વર્ષથી ઉપરના લોકોને સરકારી હોસ્પિટલોમાં નિ:શુલ્ક રસી આપવામાં આવશે. 45 વર્ષથી વધુ વયના લોકોને આ રસી પહેલેથી જ મફત આપવામાં આવી રહી છે.
કોરોનાની સ્થિતિ જોતાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે, સ્થાનિક અધિકારીઓ કડકતા લાગુ કરવાની શક્તિ ધરાવશે. જ્યારે કર્ફ્યુ ચાલુ છે, તો તે પહેલાની જેમ જ ચાલુ રહેશે. તમને જણાવી દઇએ કે, કોરોના સંકટને કારણે કર્ણાટકમાં હાલની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અહીં દરરોજ 10 હજારથી વધુ સરેરાશ કેસ નોંધવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 2.62 લાખ પર પહોંચી ગઈ છે.
એક્ટિવ કેસમાં, કર્ણાટક દેશમાં ત્રીજો સૌથી પ્રભાવિત રાજ્ય છે. કર્ણાટકમાં કોરોનાને કારણે 14 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જણાવી દઈએ કે કર્ણાટક પહેલા દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા રાજ્યોએ પણ 15 દિવસના કડક પ્રતિબંધો લાગુ કર્યા છે. તે જ સમયે, યુપી, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં કર્ફ્યુ અથવા વીકએન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.