Karunesh Ranpariya booked for Half murder Surat: સમાજમાં સામાજિક આગેવાન બનીને ફરતા લોકોમાં કેવા રાક્ષસો સમાયેલા હોય છે. તેનો તાજો દાખલો સુરતમાંથી સામે આવ્યો છે. સુરત માં સામાજિક આગેવાન બનીને ફરતા એક સંસ્થાના ટ્રસ્ટી અને રાજકીય વ્યક્તિઓ સાથેના ફોટા નો ઉપયોગ કરીને કઈ રીતે આસમાન અને બુલંદીઓ પર બેસીને પોતાની વગ નો ઉપયોગ કરીને સામ્રાજ્ય ઉભુ કર્યું હતું. અને હવે આ સામ્રાજ્ય એકાએક તૂટી પડવાનો કિસ્સો સામે આવ્યો છે.
ગઈકાલે મોડી રાત્રે મોટા વરાછાના હાઈટ્સ પાસે જાહેર રોડ પર કરુણેશ રમેશભાઈ રાણપરીયા (Karunesh Ranpariya), ભરત લાલજીભાઈ ગોટી, રાજુ ભગવાનભાઈ નાકરાણી, જીતુ શેલડીયા, પ્રદીપ લખાણી (Pradip Lakhani) તથા અન્ય 10 અજાણ્યા ઈસમો એ સંઘર્ષના સાથી ગ્રુપના રૂપિયાની લેવડ દેવડ અને હિસાબ બાબતે રકજક ની સમાધાન બેઠક માટે બોલાવીને ફરિયાદી સંજયભાઈ પટોળીયા, હિતેશ ગોયાણી અને બીપીન તળાવીયાને લાકડાના દંડા તથા પાઇપ તથા છરા વડે શરીર એ મુંઢ માર મારીને હિતેશ ગોયાણીને માથાના ભાગે તીક્ષણ હથિયાર મારીને જીવલેણ હુમલો કરી નાસી છૂટ્યા હતા.
કોણ છે હુમલાખોર કરી કરુણેશ રાણપરીયા
સુરતમાં થોડા વર્ષો અગાઉ મારુતિ વીર જવાન ટ્રસ્ટના (Maruti Veer Jawan Trust) નામે સંસ્થા શરૂ થઈ હતી. જેમાં યુવાનો સ્વયંસેવક તરીકે જોડાયા હતા. આ સંસ્થાને સારા ઉદ્દેશ્ય સાથે સામાજિક આગેવાનોએ શરૂ કરી હતી. જેમાં કરુણેશ રાણપરીયા નામનો વ્યક્તિ જે તે સમયે પોતાના ગ્રુપના વ્યક્તિઓ સાથે સામેલ થયો હતો અને સ્વયંસેવકનું કામ કરતો હતો અને પોતાની ટીમના જોડે આયોજકોને કાર્યક્રમની ગણતરીની કલાકો અગાઉ નાક દબાવીને સ્ટેજ પર સ્થાન મેળવવાની વૃત્તિને આ સામાજિક આગેવાનો ટાળી ન શક્યા જેને લઈને દેશના ગૃહ મંત્રી સુધીની પહોંચ ધરાવતો કરુણેશ એકાએક પ્રચલિત થઈ ગયો.
રાજકીય ફોટો અને રાજકીય નેતાઓ સાથે ધરોબો રાખતો કરુણેશ રાણપરીયા સતત ઉંચાઇ હાંસિલ કરી રહ્યો હતો. ગમે તેની પાસેથી સેવાના નામે ખંડણીઓ લીધી હોવાના આક્ષેપ પણ સતત થયા છે. આ તમામ ઘટનાક્રમમાં તેની સાથે પડછાયા ની જેમ રહેતા હિતેશ ગોયાણી અને વિશાલ વસ્તરપરાએ તેમના સંગઠન દ્વારા શરૂ કરવામાં આવેલ સંઘર્ષના સાથી અને મારુતિ વીર જવાન ટ્રસ્ટની કામગીરીના નામે સમાજના લોકો પાસેથી ઉઘરાવેલા રૂપિયાનો હિસાબ માંગતા વાંધો પડ્યો હતો.
[web_stories_embed url=”https://trishulnews.com/web-stories/karunesh-ranpariya-booked-for-half-murder-surat/” title=”કોણ છે હાફ મર્ડરનો આરોપી કરુણેશ રાણપરિયા? જે એકાએક ચર્ચામાં આવ્યો અને બની ગયો કરોડપતિ?” poster=”https://trishulnews.com/wp-content/uploads/2023/06/cropped-image-8.png” width=”360″ height=”600″ align=”none”]
જેને લઈને છેલ્લા છ મહિનાથી સામાજિક આગેવાનોની મધ્યસ્તીથી આ વિવાદ ઉકેલવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. આ જ સિલસિલામાં સમાધાન અને હિસાબની એક બેઠક માટે હિતેશ ગોયાણી અને તેના બે મિત્રોને બોલાવવામાં આવ્યા અને 15 જેટલા વ્યક્તિઓએ તીક્ષ્ણ હથિયાર સાથે સીધો હુમલો કરી દીધો.
હાલ કરુણેશ રાણપરીયા તેની ગેંગ સાથે ફરાર છે અને ઉતરાણ પોલીસે આઈપીસી ની કલમ 143, 144, 147, 148, 149,307, 323, 294 ખ, 34 તથા જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.