અનુચ્છેદ 370 હટાવવાથી ખુશ થઈ કાશ્મીરી આ એક્ટર: જાણો શું કહ્યું?

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યા પછી સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બોલિવૂડથી લઇને સામાન્ય લોકો ને આ નિર્ણય ખૂબ જ પસંદ આવ્યો છે. જેની વચ્ચે ‘મેરે અંગને મેં’ આવતી ફેમસ કશ્મીરી એક્ટર એકતા કોલ પણ આ અનુચ્છેદ 370 હટાવ્યા પછી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે.એકતા કોલ એ કાશ્મીરમાં તેને કશ્મીરી એક્ટર સુમિત વ્યાસ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેને નોન કાશ્મીરી જાહેર કરવામાં આવ્યા હતા.

મોદી સરકાર દ્વારા કાશ્મીરમાં ધારા 370 અને 35 એનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય સાંભળીને એકતા આ નિર્ણયથી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. એકતા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે,મને મારા પપ્પા દ્વારા સવારમાં ઉઠાવવામાં આવી અને કહ્યું જલ્દીથી ટીવી ના આવતા સમાચાર જો. ફરી એકવાર અમારું રાજ્ય જમ્મુ કશ્મીર બનશે. સરકારના આ નિર્ણય બાદ અમે બધા એકસાથ ઉત્સવ મનાવી રહ્યા છીએ.

એકતા એ પોતે જણાવેલા ટ્વીટ પર લખ્યું કે,હું ખુબજ ખુશ છું ફરી એકવાર રાજ્યનો ભાગ બનીને. એકતાએ જણાવ્યું કે,લગ્ન પછી મને અહેસાસ થયો હતો કે ઘણી બધી વસ્તુઓ કેટલી બધી બદલાઈ ગઈ છે. જે કાલ સુધી મારું હતું તે આજે પરાયું થઈ રહ્યું છે. એકતાએ લગ્ન બાદ જણાવ્યું હતું કે કાશ્મીર જવા માંગુ છું. અને ત્યાં જઈને જમીન ખરીદવા માંગુ છું.

જણાવી દઈએ કે, આર્ટીકલ 370 હટાવ્યા પહેલા કાશ્મીર ની મહિલાઓ બહારના કોઈ પણ વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે રાજ્યની નાગરીકતા ત્યાંથી જ પૂર્ણ કરવામાં આવતી હતી..

અને તે પોતાના દરેક અધિકારીઓ થી વંચિત રહે છે. જ્યારે હવે આર્ટીકલ 370 હટાવ્યા પછી કાશ્મીરની મહિલાઓ ભારત કે દુનિયાના કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરી શકે છે. અને તેની નાગરિકતા પણ કાશ્મીર માં બોલાતી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *