King of Salangpur: કિંગ ઓફ સાળંગપુર! વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનો જન્મોત્સવ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે. હનુમાનજી દાદાના દર્શન માટે ગઈકાલ રાતથી જ મોટી સંખ્યામાં ભક્તોનું કીડીયારું ઉભરાઈ રહ્યું છે. ત્યારે આજે હનુમાનજી જન્મોત્સવના પાવન પર્વે કષ્ટભંજન દેવ હનુમાનજીને 6.5 કરોડના સોનાના વાઘા પહેરાવીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ભાવિક ભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અને શાંતિ અનુભવી રહ્યા છે.
મહત્વનું છે કે, ગઈકાલે સાળંગપુર ધામમાં હનુમાનજીની દેશની પ્રથમ પંચધાતુમાંથી બનેલી 54 ફૂટ ઊંચી મૂર્તિનું લોકાર્પણ કરવામાં અવાયું હતું. જેમાં સેંકડો ભાવીક ભક્તો હાજર રહ્યા હતા. આ ભવ્ય લોકાર્પણ મહોત્સવમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને વરિષ્ઠ સંતો સહિત લાખો ભક્તો હાજર રહ્યા હતા. ભવ્ય કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પછી જુદા-જુદા પર્ફોમન્સ તેમજ હનુમાનજીની મૂર્તિ(Statue of Hanuman)નું લોકાર્પણ કર્યા બાદ રાત્રે ડાયરાનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
સાળંગપુર તીર્થ પોતે કેવી રીતે એક ગામથી તીર્થ બન્યું તે ઈતિહાસ અને મહિમાની ગાથા વર્ણવતો શો રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા દિલધડક દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
13 મિનિટના આ શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજદિન સુધી આ તીર્થના હ્રદયતીર્થ સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, સંતો અને ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી સમગ્ર પરિસર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું. અનાવરણ પછી ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લઈ રહ્યા છે.
માત્રને માત્ર એટલું જ નહીં પરંતુ હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તો આજે એટલે કે હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકવામાં આવશે.
4 ફૂટની આ વિશાળ પ્રતિમા સાત કિલોમીટર દૂરથી પણ દાદા ના દર્શન કરી શકાશે. ભાવિક ભક્તો દાદા ને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકે તે પ્રકારની વિશાળ પ્રતિમા અહીં પંચધાતુ માંથી નિર્માણ કરવામાં આવી છે.
વાત કરવામાં આવે તો 13 ફૂટના બેજ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે, જેના 4 કિલોમીટર દૂરથી પણ ભક્તો દર્શન કરી શકશે. માત્ર એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ એટલી મજબૂત હશે કે, તેના પર ભૂકંપના મોટા ઝટકા ની પણ કોઈ અસર થશે નહીં.
54 ફૂટ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ પંચધાતુ માંથી બનાવવામાં આવી છે અને તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું છે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામ માં આકાર પામી હતી એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ નો વજન 30,000 કિલો છે.
મહત્વની વાત તો એ છે કે, 30 હજાર કિલોની દાદાની આ વિશાળ મૂર્તિ 5,000 વર્ષ અડીખમ રહી શકે એ પ્રકારનું મજબૂત તેનું માળખું છે. તેના વિવિધ પરિમાણોની વાત કરવામાં આવે તો મુગટ- 7 ફુટ ઊંચો અને 7.5 ફુટ પહોળો, ગદા 27 ફુટ લાંબી અને 8.5 ફુટ પહોળી, હાથ- 6.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા હાથના કડા- 1.5 ફુટ ઊંચા અને 2.5 ફુટ પહોળા, પગ- 8.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા, પગનાં કડા- 1.5 ફુટ ઉચા અને 3.5 ફુટ પહોળા, આભૂષણ- 24 ફુટ લાંબા અને 10 ફુટ પહોળા અને તેના સેન્ટરમાં 17 ફુટ ઊંડો મજબુત બેઝ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.