હાલમાં એક જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને કદાચ નવાઈ લાગશે. અમિતાભ બચ્ચનના TV શો ‘KBC-12’માં ગુરુવારે મુંબઈની નેહા શાહ કરોડપતિ બની હતી. શોની આ સીઝનમાં કરોડપતિ બનનારી નેહા 4 મહિલા કરોડપતિ છે.
નેહા પ્રોફેશનથી ડોક્ટર છે. હાલમાં જ નેહાએ કહ્યું હતું કે, તે જીતેલી રકમથી કંઈક એવા સાધનો ખરીદવા ઈચ્છતા હોય છે કે, જેનાથી ગરીબ તથા બીમાર લોકોની મદદ કરી શકે. આની સિવાય નેહાએ શો સાથે જોડાયેલી અમુક વાતો પણ શેર કરી હતી.
જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ તથા ECG ખરીદીશ :
45 વર્ષનાં નેહાએ શોમાં 1 કરોડ રૂપિયા જીત્યા છે. આ રકમથી ખુદનું ક્લિનિક સ્ટાર્ટ કરવા માંગે છે. જો કે, તેમાં વધારે પૈસાની જરૂરીયાત પડશે. આ વિશે નેહાએ જણાવ્યું હતું કે, ઈચ્છા તો છે ખુદનું ક્લિનિક ખોલવાની પણ સાચું જણાવું તો આટલા રૂપિયામાં મારું આ સપનું પૂર્ણ નહીં થાય.
મેં નક્કી કર્યું હતું કે, આ જીતેલી રકમથી લાઈફ સપોર્ટ સિસ્ટમ ખરીદવા ઈચ્છું છું. કોરોના મહામારીમાં મને વિચાર આવ્યો કે, જો અમારી પાસે ઓક્સિજન મશીન હોત તો અમે ગરીબોની મદદ કરી શક્યા હોત. આની સાથે હું એક ECG મશીન ખરીદવાનું પણ વિચારી રહી છું. આ રૂપિયા હું મારા પ્રોફેશનમાં આગળ વધવા માટે ઉપયોગ કરીશ કે, જેનાથી ગરીબ લોકોની મદદ કરી શકું.
છેલ્લા 20 વર્ષથી શોમાં આવવાનો પ્રયત્ન કરી રહી હતી :
નેહાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષોથી આ શોમાં આવવા માટેનાં પ્રયાસ કરી રહી હતી તેમજ છેવટે મહેનત રંગ લાવી. જો કે, આ વખતની સફર સરળ ન હતી. શોમાં ફાઇનલ સિલેક્શન થયા પહેલાં ટીમે મને કુલ 2 વાર સ્ટેન્ડબાય પર રાખી હતી ત્યારે ખુબ નિરાશ થઇ હતી.
અમિતાબ બચ્ચન સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ પર નેહાએ શું કહ્યું ?
હોસ્ટ અમિતાભ બચ્ચનની સાથે હોટ સીટ પર બેસવાના અનુભવ અંગે નેહાએ જણાવ્યું હતું કે, સાચું કહું તો આટલી મોટી રકમ જીતવાનો આનંદ તો હતો જ પરંતુ અમિતાભ બચ્ચન સામે બેસીને શબ્દોમાં વર્ણવી આસાન નથી. મિસ્ટર બચ્ચન તમને એટલા કમ્ફર્ટેબલ કરી દે છે કે, તમે ભલે ગમે એટલા નર્વસ કેમ ન હોય, તે ભય નીકળી જાય છે.
7 કરોડ રૂપિયાના પ્રશ્નનો ઉત્તર ન આપી શકી :
શોમાં નેહાને 1 કરોડ રૂપિયાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આની માટે નેહાએ ‘આસ્ક ધ એક્સપર્ટ’ લાઈફ લાઈનની મદદથી સાચો ઉત્તર આપીને 1 કરોડ રૂપિયા જીતી લીધા હતાં. કુલ 7 કરોડ રૂપિયાના પ્રશ્નનો ઉત્તર નેહા આપી શકી નહીં તેમજ તેણે ગેમ ક્વિટ કરી દીધી હતી.
નેહા પહેલાં છત્તીસગઢની અનુપા દાસ, હિમાચલ પ્રદેશની જમ્મુ કાશ્મીરમાં પોસ્ટેડ મોહિતા શર્મા, રાંચીની નાઝીયા નસીમે કુલ 1 કરોડ રૂપિયા જીત્યા હતા. નેહા તથા પિતાએ લોકડાઉન દરમિયાન એક દિવસ માટે તેમનું ક્લિનિક બંધ કર્યું ન હતું. તેમણે કોરોનાના દર્દીઓની પણ સારવાર કરીને હજુ પણ સારવાર કરી રહ્યા છે.
1 કરોડ રૂપિયાનો પ્રશ્ન :
સ્પેસમાં પહોંચનાર સૌપ્રથમ ચીની કોણ હતા? જે શેનઝોઉ સ્પેસક્રાફ્ટ મારફતે ગયા હતા?
જેના વિકલ્પમાં નેઈ હૈશર્ગ, યાંગ લીવેઇ, ફેઈ જુનલોન્ગ, જીંગ હાઇપેંગ હતો.
સાચો જવાબ : યાંગ લીવેઇ
7 કરોડ રૂપિયાનો પ્રશ્ન:
ભારતના PM ઇન્દિરા ગાંધી તથા પાકિસ્તાનના PM જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે થયેલ વર્ષ 1972ની ઐતિહાસિક વાર્તા શિમલામાં ક્યાં થઇ હતી?
જેમાં વિકલ્પ વાયસરીગલ લોજ, ગોર્ટન કૈસલે, બાર્ન્સ કોર્ટ, સેસિસ હોટલ છે.
સાચો જવાબ – બાર્ન્સ કોર્ટ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle