દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Chief Minister Arvind Kejriwal) ગુરુવારે ગુજરાત(Gujarat) પહોંચ્યા છે. અહીં તેમણે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ની પ્રથમ ગેરંટી જાહેર કરી હતી. કેજરીવાલે ગુજરાતમાં મફત વીજળી (Free electricity)નું વચન આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું, આ દિવસોમાં મોંઘવારી ઘણી વધી ગઈ છે. ત્યારે આ પણ એક મોટી સમસ્યા છે. વીજળીના ભાવ પણ સતત વધી રહ્યા છે. જેમ કે અમે દિલ્હીમાં મફત વીજળી આપી. પંજાબ (Punjab)માં ત્રણ મહિનામાં મફત વીજળી આપવામાં આવી. તેવી જ રીતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફત વીજળી આપીશું.
ભાજપ જનતાને ગુમરાહ કરે છે, પરંતુ અમે ગેરંટી આપીએ છીએ: કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું, હું ગુજરાતમાં પ્રથમ ગેરંટી તરીકે મફત વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું, ભાજપે કહ્યું હતું કે, 15 લાખ આપશે. પછી કહ્યું કે તે ચૂંટણીનો ખેલ છે. તેઓ કહે છે, પરંતુ અમે ગેરંટી આપીએ છીએ. જો અમે કામ નહીં કરીએ, તો આગલી વખતે મત આપશો નહીં.
કેજરીવાલે કહ્યું, અમે દિલ્હી અને પંજાબમાં વીજળીને લઈને ત્રણ કામ કર્યા. ગુજરાતમાં પણ આવું જ કરશે.
1- સરકાર બન્યાના ત્રણ મહિના પછી દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે
2- 24 કલાક વીજળી મળશે અને મફતમાં વીજળી મળશે. પાવર કટ થશે નહીં.
3- 31 ડિસેમ્બર, 2021 સુધીના જૂના ઘરેલું બિલ માફ કરવામાં આવશે.
મફત કી રેવાડી, ભગવાનનો પ્રસાદ- કેજરીવાલ:
અરવિંદ કેજરીવાલે કહ્યું, ગુજરાતમાં દારૂ સરળતાથી મળે છે. અમારે ગેરકાયદેસર દારૂ વેચીને દાન એકત્રિત કરવાની જરૂર નથી. આટલું જ નહીં, કેજરીવાલે પીએમ મોદીના રેવડી ફ્રી હોવાના નિવેદન પર પણ પલટવાર કર્યો. કેજરીવાલે કહ્યું કે, અમે લોકોમાં જે ફ્રી રેવડી વહેંચી છે તે ભગવાનનો પ્રસાદ છે, જેમ કે મફત વીજળી, મફત શિક્ષણ. પરંતુ આ લોકો તેમના મિત્રોને જ ફ્રી રેવડી આપે છે. જેમ કે, તેઓ તેમના દેવા માફ કરે છે. આ એક પાપ છે.
કેજરીવાલે કહ્યું કે, જનતાને ફ્રી રેવાડી આપવાથી શ્રીલંકા જેવી સ્થિતિ ન સર્જાય. આવી પરિસ્થિતિઓ તમારા મિત્રો અને મંત્રીઓને આપવાથી થાય છે. શ્રીલંકા તેના મિત્રોને ફ્રી રેવડી આપતો હતો. જો તેણે જનતાને આપ્યું હોત તો જનતાએ તેના ઘરમાં ઘૂસીને તેને ભગાડ્યો ન હોત. મફત રેવડી એ લોકો માટે ભગવાનનો પ્રસાદ છે. મિત્રોને મફત રેવડી આપવી એ પાપ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.