ગુજરાત(Gujarat): ‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે. ત્યારબાદ 8 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરામાં આયોજિત એક ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લેશે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ વીડિયોના માધ્યમથી એક મહત્વપૂર્ણ જાણકારી આપતા જણાવ્યું કે, અમને જણાવતા આનંદ થાય છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવતીકાલે એટલે કે 8 ઓક્ટોબરે ગુજરાત પધારી રહ્યા છે.
તેઓ 8 અને 9 ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 8 ઓક્ટોબરે બપોરે 2:00 વાગે દાહોદની નવજીવન કોલેજ કેમ્પસમાં એક જંગી જનસભાને સંબોધન કરશે અને ત્યારબાદ સાંજે 4:00 વાગે વડોદરામાં આયોજિત એક ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લેશે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 9 ઓક્ટોબરે બપોરે 1:00 વાગે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે અને સાંજે 4:00 વાગે સુરત જિલ્લાના કડોદરા ખાતે વધુ એક જંગી જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આ બે દિવસ દરમિયાન સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાતો કરશે. સાથે સાથે આવનારી ચૂંટણીના આયોજનને લઈને પ્રદેશના નેતાઓ સાથે પણ મહત્વપૂર્ણ મુલાકાતો કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.