અકસ્માત: બે બસો વચ્ચે જોરદાર ટક્કર થતા 9 લોકોના દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

કેરળ(Kerala)ના પલક્કડ(Palakkad) જિલ્લામાં બે બસો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માત(Accident)માં 9 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના પલક્કડ જિલ્લાના વદક્કેનચેરી(Vadakkencheri)માં થઈ હતી. રાજ્ય મંત્રી એમબી બ્રજેશે જણાવ્યું કે, કેરળ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન(KSRTC)ની બસ પલક્કડ જિલ્લાના વદક્કનચેરી ખાતે પ્રવાસી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 40 લોકો ઘાયલ થયા છે.

બુધવારે રાત્રે અહીં વડક્કંચેરી નજીક મંગલમ ખાતે શાળાના વિદ્યાર્થીઓને લઈ જતી પ્રવાસી બસ પાછળથી KSRTC બસ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બસ દલદલમાં ખાબકી હતી. આમાં 9 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. લગભગ 40 ઘાયલોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકોની હાલત ગંભીર છે.

બુધવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેશનલ હાઈવે 544 (NH-544) પર આ અકસ્માત થયો હતો. પ્રવાસી બસ એર્નાકુલમની બેસિલિઓસ વિદ્યાનિકેતન સિનિયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓને લઈને ઊટી તરફ જઈ રહી હતી. KSRTC સુપરફાસ્ટ બસ કોટ્ટરક્કારાથી કોઈમ્બતુર જઈ રહી હતી. બંને બસની જોરદાર ટક્કરને કારણે આ અકસ્માત થયો હતો.

કારને ઓવરટેક કરવાને કારણે અકસ્માત:
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બસ અકસ્માત કારને ઓવરટેક કરવાને કારણે થયો હતો. પ્રવાસી બસે કાબુ ગુમાવ્યો હતો અને કારને ઓવરટેક કરતી વખતે તે KSRTC બસની પાછળ અથડાઈ હતી. કાબૂ ગુમાવ્યા બાદ ટુરિસ્ટ બસ નજીકના ખીણમાં પડી હતી. આ દુર્ઘટના વાલ્યાર-વડાકનચેરી નેશનલ હાઈવે પર અંજુમૂર્તિ મંગલમ બસ સ્ટોપ પાસે થઈ હતી.

વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત કુલ 49 લોકો સવાર હતા:
ગુરુવારે સવારે 1 વાગ્યાની આસપાસ બનેલા આ અકસ્માતમાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અન્ય 28 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. પ્રવાસી બસમાં 41 વિદ્યાર્થીઓ, પાંચ શિક્ષકો અને બસમાં બે કર્મચારીઓ હતા. KSRTC બસમાં 49 મુસાફરો સવાર હતા. મૃતકોમાં KSRTC બસના 3 મુસાફરો અને પ્રવાસી બસના 5 મુસાફરોનો સમાવેશ થાય છે. જેમાં 6 પુરૂષ અને 3 મહિલાઓના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *