છેલ્લા નોરતે કમાનો પુષ્પા અંદાજ, કમો બોલ્યો ‘ઝૂકેગા નહીં…’ ને થયો રૂપિયાનો વરસાદ

કમા માટે ગાયેલ કિર્તીદાનના શબ્દો “રસિયો રૂપાળો રંગ રેલીઓ, ઘેર જવું ગમતું નથી” આ શબ્દો સાંભળતાં જ કમાની યાદ આવી જાય છે. ઉનામાં મહિલા સંચાલિત ભૂતડાદાદા ગરબીમંડલના એસી ગ્રુપ દ્વારા નવરાત્રિમાં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. આ નવરાત્રિ મહોત્સવમાં કમો કમો પણ આવી પહોચ્યો હતો.

ઉના ખાતે એસી ગ્રુપ દ્વારા યોજાયેલ ગરબા મહોત્સવમાં નવમાં નોરતે કમાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં કમાની રોયલ એન્ટ્રી થતાં જ લોકો ખુશ થઈ ગયા હતા.

ગરબા મહોત્સવમાં આયોજકો દ્વારા કમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કમાને માથે સાફો પહેરાવવામ આવ્યો હતો. આ ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી જે ગીત સાથે જ કમો ફેમસ થઈ ગયો છે, એ જ ગીત રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જવું ગમતું નથી” ગાઈને કમો મોજમાં આવી જઈને ઝૂમી ઉઠ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ગરબાના કાર્યક્રમમાં કમો પુષ્પા ફિલ્મના ડાયલોગની સ્ટાઈલમાં ‘ઝૂકેગા નહીં..” આટલું બોલતા જ કમા પર રૂપિયાનો વરસાદ વરસવા લાગ્યો હતો. કમાને સૌ કોઈ જોવા માટે આતુર હોય છે ત્યારે આ કાર્યક્રમમાં કમો આવવાનો છે તેવી જાણકારી મળતા જ નવમાં નોરતે લોકો ગાંડા થઈ ગયા હતા, જેમ રામાયણમાં શબરી રામના આવવાની રાહ જોતી હતી, તે જ રીતે કાર્યક્રમમાં લોકો કમા ના આવવાની રાહ જોતા હતા અને હજારોની સંખ્યામાં આ કાર્યક્ર્મમાં કમાને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

આ સાથે જ ગરબા મહોત્સવમાં દીપાબેન બાંભણિયા, મનોજ બાંભણિયા અને ગુજરાત રાજ્ય કોળી સેના અને કોળી સમાજના યુવા પ્રમુખ દિવ્યેશ સોલંકી, રાજ્યના પૂર્વ મત્સ્ય ઉદ્યોગમંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિતના આગેવાનો અને મહેમાનો સાથે લોકો પણ બહુ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં કમાને જોઇને લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે આતુરતાથી રાહ જોતા હતા. જયારે કીર્તિદાનના એ શબ્દો કમો તો ભગવાનનો માણસ છે. એ ભગવાનના માણસ સાથે કાર્યક્રમના અંતે લોકો કમા સાથે સેલ્ફી લેવા પડાપડી કરી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *