KGF સ્ટાર યશે ખરીદ્યો આલિશાન બંગલો, ઘરની તસ્વીરો અને કિંમત જાણી આંખે અંધારા આવી જશે

સમગ્ર દેશ અને દુનિયામાં યશની ફેન ફોલોઈંગ છે. લોકો તેની ફિલ્મ KGF 2 માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. યશે પોતાના કરિયરમાં લગભગ 20 જેટલી ફિલ્મો કરી છે. જેમાં બધી જ ફિલ્મો બ્લોકબસ્ટર છે. કેજીએફ પછી તો યશના ફેન્સમાં ઘણો વધારો થયો છે. હાલ દર્શકો તેની કેજીએફ-2 ની રાહ જોઈ રહ્યા છે. યશનું અસલી નામ નવીન કુમાર ગૌડા છે. વર્ષ 2007માં યશ ફિલ્મ જમ્બડા હુદહીથી ડેબ્યૂ કર્યુ હતું. સુપરસ્ટાર યશે આલિશાન મકાન ખરીદ્યુ છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેનું ઘર અંદરથી અત્યંત સુંદર છે.

યશના નવા ઘરની તસ્વીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. મીડિયા પર લોકો તેમને શુભકામના પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, યશ 50 કરોડની પ્રોપર્ટીના માલિક છે. યશ પાસે બેંગલુરૂમાં 4 કરોડની આસપાસની રકમનો આલિશાન બંગલો પણ છે. યશ માટે આ બીજૂ મકાન છે.

યશના ઘરમાં સોફા સેટ પડ્યો છે. જેનાથી એક દમ તેનો નજારો સુંદર દેખાઈ રહ્યો છે. યશ પોતાની પત્ની રાધિકા પંડિતની સાથે બેઠેલો જોવા મળે છે. સુપરસ્ટાર યશ લાઈફસ્ટાઈલથી ખૂબ લક્ઝૂરી જીવે છે. યશને ગાડીઓનો ખૂબ શોખ છે. તેની પાસે ઓડી ક્યૂ 7 અને રેંજ રોવર જેવી અનેક લક્ઝૂરી ગાડીઓ છે.

યશ એક ફિલ્મના કરોડો રૂપિયા ચાર્જ વસૂલ કરે છે. યશના પિતા અરુણ કુમાર બસ ડ્રાઈવરનું કામ કરતા હતા. ખાસ વાત તો એ છે કે, આજ પણ તે જાતે જ ગાડીઓ ચલાવે છે. યશના પિતાનું કહેવુ છે કે, તેઓ આ પ્રોફેશન છોડી તેમ નથી કારણ કે, તેનાથી જ તેમનો દિકરો આટલો મોટો એક્ટર બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *