ગુજરાત: ગુજરાતના દરિયા કિનારાવાળા સૌરાષ્ટ્રના વિસ્તારમાં વાવાઝોડાના કહેરથી ભારે નુકસાન થયું હતું. જેમાં ઘણા ગરીબ લોકોના મકાનો પડી ગયા હતા અને તેનાથી ગરીબ લોકો ઘણી મોટી મુસીબતનો સામનો પણ કરવો પડયો હતો. અહીંયા મોટા ભાગના ઘરો પણ પડી ગયા હતા. ઘણા ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું હતું, આ જોઈને ઘણા લોકો સૌરાષ્ટ્રના લોકો માટે મદદે આવ્યા હતા.
આ બધું જોઈને ખજુરભાઈએ પણ આ લોકોને મદદ કરવાનું શરુ કરી લીધું હતું. છેલ્લા બે મહિનાથી જે લોકો ઘર વગરના થઇ ગયા છે, તે લોકોને નવા ઘર બનાવી આપે છે અને તેમની મદદ કરે છે. તેવામાં ખજૂર ભાઈએ હાલમાં બે નિરાધાર દાદીમા છે અને તેમને ઘર બનાવી આપવાનું નક્કી કર્યું છે.
સાવરકુંડલાના દોલતી ગામે આ બંને દાદીઓ બે દાદીઓ રહે છે, બંને દાદીઓ નિરાધાર છે અને તેમાં એક દાદીમાં અંધ છે. બંને દાદીમાના ઘર પડી ગયા છે. જેને કારણે આ બંને દાદીમાને ખજુરભાઈએ ઘર બનાવી આપવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, બંને દાદીમાને બીજી જીવન જરૂરી વસ્તુઓ પણ આપશે. તેમના જેઠના દીકરાઓ આ અંધ દાદીની સેવા કરે છે. જયારે જે બીજા નિરાધાર દાદીમાં છે તેઓ એકલા રહીને તેમનું ગુજરાન ચલાવે છે.
આ અંધ દાદીમાનું નામ રાજીમાં છે અને જયારે બીજા દાદીનું નામ સવિતા માં હતું. આ બંને દાદીઓ એકદમ નિરાધાર છે તેમની આગળ પાછળ કોઈ નથી અને આ સમાચાર મળતાની સાથે જ ખજુરભાઈએ તેમની મદદ કરવા માટે પહોંચી ગયા હતા. ત્યારબાદ આ બંને દાદીમાના દીકરો બનીને તેમને ઘર બનાવી આપવાનું નક્કી કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.