ભુજમાં ખાખી શર્મશાર: પોલીસ કોન્સ્ટેબલે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

કચ્છ(ગુજરાત): હાલમાં રાજ્યને શર્મશાર કરતી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કચ્છ(Kutch)નાં જતીન ચૌહાણ(Jatin Chauhan) નામના પોલીસ કોન્સ્ટેબલે(Police Constable) મહિલા કોન્સ્ટેબલ(Female constable) પર અનેકવાર બળાત્કાર…

કચ્છ(ગુજરાત): હાલમાં રાજ્યને શર્મશાર કરતી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. કચ્છ(Kutch)નાં જતીન ચૌહાણ(Jatin Chauhan) નામના પોલીસ કોન્સ્ટેબલે(Police Constable) મહિલા કોન્સ્ટેબલ(Female constable) પર અનેકવાર બળાત્કાર ગુજાર્યાની ઘટના સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે. જાણવા મળ્યું છે કે, કોન્સ્ટેબલે લગ્નની લાલાચ આપીને વિવિધ જગ્યાઓએ લઇ જઇને શરીર સુખ માણ્યુ હતુ.

બાદમાં પોલીસ કોન્સ્ટેબલે યુવતી સાથે વિશ્વાસઘાત કરીને અન્ય સાથે લગ્ન કરી લીધા છે. જે બાદ યુવતીને ધમકાવતા તેમણે કહ્યું હતુ કે, કોઇને કહીશ તો જાનથી મારી નાંખીશ. હાલ આ અંગે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હાલ પોલીસ કોન્સ્ટેબલ જતીન ચૌહાણ પર ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ભૂજ પોલીસ લાઇનમાં રહેતા જતીન બધાભાઇ ચૌહાણે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમનું નાટક કર્યુ હતુ. બાદમાં લગ્નની લાલચ આપીને પોલીસ ક્વાર્ટર, ખાવડા પોલીસ લાઈન, અમદાવાદ, રાજકોટ અને ભાવનગર લઇ જઇને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ કોન્સ્ટેબલે અન્ય યુવતી સાથે લગ્ન કરીને પ્રેમિકા યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત , લગ્ન કરી લીધા બાદ જતીને યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જોકે, યુવતીએ ગભરાયા વગર તેને છેતરનાર પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જાણવા મળ્યું છે કે, હાલ આ પોલીસ કોન્સ્ટેબલ યુવાન ફરાર છે. પોલીસ દ્વારા તેની વિરુદ્ધ ગુના દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ આ ખબરથી પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે.

ઘટના અંગે મળતી માહિતી મુજબ, મુંબઈમાં રહેતી યુવતીને અમદાવાદ એરપોર્ટ પર નોકરી આપવાનું કહીને મુંબઈના અંધેરીમાં રહેતા 25 વર્ષીય વિશાલ રાજપૂત અમદાવાદ લાવ્યો હતો. બાદમાં હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જેથી યુવતી પરત મુંબઈ જતી રહી હતી. ત્યારબાદ દુષ્કર્મ ગુજારનાર યુવકના વિરુદ્ધમાં મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ઘટના અમદાવાદમાં બની હોવાથી નાલાસોપારા પોલીસે અમદાવાદ એરપોર્ટ પોલીસને કેસ ટ્રાન્સફર કરતા પોલીસ દ્વારા દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *