Terrorist Gurpatwant Singh Pannu: પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના વડા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુને ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પન્નુએ(Terrorist Gurpatwant Singh Pannu) સોશિયલ મીડિયા પર એક ઓડિયો-વિડિયો સંદેશ દ્વારા ચેતવણી આપી છે કે શીખ સમુદાયના કોઈપણ વ્યક્તિએ 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવી જોઈએ નહીં. આ દિવસે તેનો જીવ જોખમમાં હોઈ શકે છે.
ભારતને ચેતવણી આપતા ખાલિસ્તાની આતંકવાદીએ એમ પણ કહ્યું કે આ દિવસે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ રહેશે. તેમણે એમ પણ કહ્યું કે 19 નવેમ્બર એ જ દિવસ છે જે ‘વર્લ્ડ ટેરર કપ’ની ફાઈનલ છે. આતંકવાદીએ ‘ક્રિકેટ વર્લ્ડ કપ’ને ‘વર્લ્ડ ટેરર કપ’ કહીને આ ધમકી આપી છે. આ વર્લ્ડ કપનું આયોજન અમદાવાદમાં થઈ રહ્યું છે. પન્નુએ એર ઈન્ડિયાની ફ્લાઈટને ઉડાવી દેવાની ધમકી આપી છે.
US and Canada based Khalstani terrorist Gurpatwant Singh Pannun now threatens to Blow-up an Air India flight on 19th Nov, urges Sikhs to not travel by Air on 19th Nov. All this terror threats to India right under the nose of @JustinTrudeau @JoeBidenpic.twitter.com/WhN6zHxGIm
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 4, 2023
‘પંજાબની આઝાદી પર લોકમત શરૂ કરવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો’
ગુરપતવંત પન્નુએ ધમકીભર્યા સ્વરમાં ચેતવણી પણ આપી હતી કે આ એરપોર્ટનું નામ શહીદ બિઅંત સિંહ, શહીદ સતવંત સિંહ ખાલિસ્તાન એરપોર્ટ રાખવામાં આવશે. ખાલિસ્તાન પંજાબ માટે જનમત સંગ્રહ કરી રહ્યું છે. આઝાદીની આ લડાઈને કોઈ રોકી શકશે નહીં. ભારત સરકારની ટેન્ક અને તોપો આ આઝાદીના યુદ્ધને રોકી શકશે નહીં.
‘પન્નુએ શીખોના જીવને ખતરો ગણાવ્યો’
ગુરુ ગોવિંદ સિંહનો ઉલ્લેખ કરતા ખાલિસ્તાની પન્નુએ કહ્યું કે તેમણે દરેક શીખને લાખો સામે લડવૈયા બનાવ્યા છે. આથી પન્નુએ શીખોના જીવને ખતરો હોવાનું કહીને આ દિવસે ફ્લાઇટમાં મુસાફરી ન કરવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે 23 જૂન 1985ના રોજ પણ આવો જ એક આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 329 લોકો માર્યા ગયા હતા, જ્યારે જસ્ટિન ટ્રુડોના પિતા કેનેડાના વડાપ્રધાન હતા.
ભારત-પાકિસ્તાન મેચ પહેલા જ આતંકી પન્નુએ ધમકી આપી હતી
દરમિયાન આતંકવાદી પન્નુએ આઈસીસી વર્લ્ડ કપ 2023 અંતર્ગત યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા ધમકી પણ આપી હતી. પોલીસે તેની સામે એફઆઈઆર પણ નોંધી હતી. આ FIR અમદાવાદ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પન્નુએ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફોન કોલ્સ દ્વારા આ ધમકીઓ આપી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube