ગુજરાતમાં ચરમસીમાએ પહોચ્યો નશાનો કાળો કારોબાર- સુરતમાં 1.69 લાખના MD ડ્રગ્સ સાથે ત્રણની ધરપકડ

MD drugs worth 1.69 lakh seized in Surat: સુરતમાં ફરી એક વખત ડ્રગ્સના નશાનો વેપાર ઝડપાયો છે.રાંદેર પોલીસે શહેરમાં ડ્રગ્સ વેચનાર ત્રણ આરોપીને 16.90 ગ્રામના 1.69 લાખ મેફેડ્રોન ડ્રગ્સ(MD drugs worth 1.69 lakh seized in Surat) સાથે ઝડપી પાડ્યા હતા.પકડાયેલ ત્રણેવ આરોપીઓ સુરતમાં ટેક્સી પાર્સિંગની લક્ઝુરિયસ કારમાં ડ્રગ્સ લઈ હેરાફેરી કરી વેપાર કરતા હતા.

સુરતમાંથી નશાનો કારોબાર ઝડપાયો
સુરતની રાંદેર પોલીસે મળેલી માહિતીની આધારે શહેરમાં ગેરકાયદેસર મેફેડ્રન ડ્રગ્સની હેરાફેરી કરી વેપાર કરતા ત્રણ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. અને તે સાથે રાંદેર પોલીસે નશાના કારોબારને ઝડપી પાડ્યો હતો. પોલીસેને મળેલી માહિતીની આધારે શહેરમાં ડ્રગ્સ નું વેચાણ કરનાર મોહમ્મદ જુનેદ સાહિલ ઉર્ફે સમારટી અલ્તાફ હુસેન કડિયા, ઈરફાન ઉર્ફે બટકો ઉર્ફે કાલુ રહેમતભાઈ બેગ, અને ઉબેદ ઉર્ફે બાડા ગુલામ હુસેન પેરીયા ને પકડી પાડ્યા હતા. જ્યારે ડ્રગ્સ નો જથ્થો આપનાર મોસીન ઉર્ફે છત્રી અને શીવા ઉર્ફે જ્વાલા ને વોન્ટેડ જાહેર કરી દેવામાં આવ્યા છે. પોલીસે પકડાયેલ ત્રણે આરોપી પાસેથી 16.9 ગ્રામનું ₹1,69,000 ની કિંમતનું એમડી ડ્રગ્સ, રોકડ રૂપિયા 24000, રૂ 41,500 ની કિંમતના મોબાઈલ ફોન , અને બે લાખ 75 હજારની કિંમતની એક લક્ઝરીયસ કાર મળી કુલ પાંચ લાખ નવ હજાર પાંચસોની મતાનો મુદ્દા માલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપીની પોલીસે સઘન પુછપરછ કરતા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વિશે જાણવા મળ્યું હતું કે પકડાયેલ ત્રણ આરોપી હાઇ પ્રોફાઈલ જીવન શૈલી જીવવા માટે શહેરમાં એમડી ડ્રગ્સનો વેપાર કરતા હતા. ત્રણે આરોપીઓ પોલીસે વોન્ટેડ જાહેર કરેલ મોસીન ઉર્ફે છત્રી અને સેવા ઉર્ફે જ્વાલા પાસેથી એમડી ડ્રગ્સ ની ખરીદી કરી સફેદ કલરની ટેક્સી પાર્સિંગ લક્ઝુરિયસ કારમાં ડ્રગ્સ ની હેરાફેરી કરતા હતા. આરોપીઓ કારમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરી અવરું જગ્યાઓને ટાર્ગેટ બનાવી અવરુ જગ્યાની ચોરી છુપી થી એમડી ડ્રગ્સ નો વેપલો કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *