BREAKING NEWS: દિવાળીને ધ્યાનમાં લઈ અમદાવાદ પોલીસ જાહેર કર્યું જાહેરનામું, માત્ર આટલા ટાઈમમાં જ ફોડી શકશો ફટાકડા

Announcement of Ahmedabad Police on Diwali: અમદાવાદમાં દિવાળીમાં ફટાકડાં ફોડવાનો ટાઈમ જાહેર કરી દેવામાં આવ્યો છે. શનિવારે અમદાવાદ પોલીસે એક જાહેરનામું પણ બહાર પાડીને ફટાકડાં ફોડવાનો ટાઈમ આપ્યો છે. પોલીસના જાહેરનામા મુજબ, શહેરમાં ફક્ત બે કલાક જ ફટાકડાં (Announcement of Ahmedabad Police on Diwali) ફોડી શકાશે એટલે કે રાતના 8 થી 10માં જ ફટાકડાં ફોડી શકાશે તે સિવાય નહીં ફોડી શકાય.

જાહેરનામાનો ભંગ કરનારની સામે કડક કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી છે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

કયા સ્થળોએ નહીં ફોડી શકાય
પોલીસના જાહેરનામા મુજબ, કેટલીક જગ્યાઓને ફટાકડાં ફોડવામાંથી બાકાત રખાઈ છે. હોસ્પિટલ, કોર્ટ,નર્સિંગ હોમ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળે ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસે લોકોને આ જાહેરનામાનો કડકાઈથી અમલ કરવાની તાકીદ કરી છે.

સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
પોલીસ કમિશનર દ્વારા બજાર, શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલનું વેચાણ નહીં કરવા આદેશ આપવામાં આવી રહ્યો છે. ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે તેમજ વિદેશી ફટાકડાની આયાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સાથે જ કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડાની આયાત કરી શકાશે નહી. અમદાવાદમાં વધી રહેલા પ્રદૂષણના કારણે ફટાકડાની લૂમ ફોડવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જે કોઈપણ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે તેવું પણ જાહેરનામામાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *