આનંદો! કોરોના વેકસીનના ટ્રાયલના પરિણામો આવ્યા અત્યંત ઉત્સાહજનક

દુનિયામાં દરરોજ કોરોના વાયરસના સંક્રમિત થતા કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે, અને મૃત્યુ દર પણ ખુબ વધી રહ્યો છે. હાલમાં યૂરોપમાં કોરોનાની લહેર શરૂ પણ…

દુનિયામાં દરરોજ કોરોના વાયરસના સંક્રમિત થતા કેસ ખુબ ઝડપથી વધી રહ્યા છે, અને મૃત્યુ દર પણ ખુબ વધી રહ્યો છે. હાલમાં યૂરોપમાં કોરોનાની લહેર શરૂ પણ થઈ ગઈ છે. કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે પુરા વિશ્વના દેશ પોતાના નાગરિકોને બચાવવા માટે વેક્સીન શોધી રહ્યા છે.

અમેરિકાના વૈજ્ઞાનિકોએ કોવિડ-19 માટે એવી વેક્સીન બનાવી છે કે, જે અનેકગણી વધારે એન્ટીબોડી તત્વો પેદા કરે છે. આ વેક્સીનનો પ્રાણીઓ પર ટેસ્ટ થયો હતો. અને તેમાં ચોંકાવનારા પરિણામો પણ આવ્યા છે. સુત્રો પ્રમાણે માનીયે તો, વેક્સીનને લીધે ઉંદરમાં આપવામાં આવેલ ડોઝ કરતા 10 ગણી વધારે એન્ટીબોડી તત્વો જનરેટ થયા હતા.

આ ઉપરાંત વેક્સીને શક્તિશાળી બી-સેલ ઈમ્યુન સિસ્ટમને પણ રિસ્પોન્સ આપ્યો હતો.જેના લીધે આ વેક્સીનની અસર લાંબા સમય સુધી થવાની આશાને પ્રેરણા મળી છે. આ સ્ટડી પ્રમાણે આ કોરોના વાયરસની રસી મહદ અંશે વાયરસની જ નકલ કરે છે.

જેના કારણે વેક્સીનની ઈમ્યુન સિસ્ટમની રિસ્પોન્સ કરવાની ક્ષમતા પણ વધી ગઈ છે. સ્ટડીના કો-ઓથરે કહ્યું હતું કે, અમને આશા છે કે અમારા નેનો પાર્ટિકલ પ્લેટફોર્મની મદદથી આ મહામારી સામે લડવામાં અમને ખુબ સારી મદદ મળશે. આ વેક્સીનને લાઈસેન્સસ આપવા માટે યુનિવર્સિટી કોઈપણ ચાર્જ ન લેવા માટે પણ તૈયાર છે.

વૈજ્ઞાનિકોએ કેવી રીતે બનાવી વેક્સીન :
વેક્સીન બનાવવા માટે વાયરસના સંપૂર્ણ સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.આ વેક્સીન એ સ્પાઈક પ્રોટીનના રિસેપ્ટર બાઈડિંગ ડોમેનના 60% જેટલી નકલ કરે છે.તે પોતાના બચાવ માટે અસેમ્બલ પ્રકારનું પ્રોટીન બનાવી લે છે.

તેથી તે વાયરસ જેવા જ દેખાય છેઆ વેક્સીનને સાર્સ-COV2ના સ્પાઈક પ્રોટીન પર ટેસ્ટ કરવામાં આવ્યું હોવાથી આ પ્રકારનું પરિણામ સામે આવ્યું હતું.ભારતમાં સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યુટ, ભારત બાયોટેક અને ઝાયડસ કેડિલા જેવી 3 મોટી કંપનીઓ વેક્સીન બનાવવાની રેસમાં સૌથી ઝડપી અને સૌથી આગળ ચાલી રહી છે.

જો બધા પરિણામો સારા આવશે તો જાન્યુઆરી-૨૦૨૧ થી ભારતના લોકોને રસી આપવાનું શરુ કરી દેવામાં આવશે, એવો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કર્યો છે.જો અમેરિકાની મોડર્ના કંપનીમાં વેક્સીનની શોધ થશે તો એ વેક્સીનની કિંમત 4700 થી 5500 રૂપિયા હશે.જ્યારે ફિઝર કંપનીમાં શોધાશે તો તેની કિંમત 2886 રૂપિયા હશે.

બ્રિટનની ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા કંપનીમાં આ વેક્સીનની કિંમત એ બ્રિટન માટે 450 થી 600 રૂપિયા જ હશે. પરંતુ ભારતમાં એની કિંમત 700 થી 2000 રૂપિયા સુધી પણ હોઈ શકે છે. સનોફી અને જીએસકે કંપનીના વેક્સીનનો ભાવ 1480 રૂપિયા હશે. જોન્સન એન્ડ જોન્સન કંપની એ 1480 રૂપિયા પણ રાખી શકે છે.

જો ચીનની સિનોવેક બાયોટેક કંપનીમાં વેક્સીન બનશે તો એની કિંમત 4440 રૂપિયા હશે. ભારતમાં નોવા વેક્સની કિંમત માત્ર 480 રૂપિયા જ હશે.હાલમાં કોરોનાની જે વેક્સીનના ટ્રાયલ શરુ છે, તે બધી ડબલ ડોઝવાળી છે. તેથી જ્યારે તે માર્કેટમાં ઉપલબ્ધ થશે ત્યારે તેના બે ડોઝ મૂકવામાં આવશે.

જેમાંથી કેટલાંક 14 દિવસના અંતરે લગાવવાના હશે. તો કેટલાંક 21 દિવસ કે પછી 28 દિવસ પછી લગાવવાના હશે. હાલ તો આખી દુનિયાના લોકો વેક્સીન માટે રાહ જોઈ રહ્યા છે. અને ઝડપથી વેક્સીન લોકોને મળી જાય અને કોરોના નામની મહામારીનો દુનિયાભરમાંથી નાશ થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *