એ ભાગો…. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે જુગારધામમાં દરોડા પાડતા ખટોદરામાં જુગારીયાઓ ભાગ્યા, 24 પકડાયા

સુરત ખટોદરા પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડા પાડી 24 જુગારીઓને ઝડપ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરત શહેરની ખટોદરા પોલીસની…

સુરત ખટોદરા પોલીસ ઊંઘતી રહી ને સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર દરોડા પાડી 24 જુગારીઓને ઝડપ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુરત શહેરની ખટોદરા પોલીસની નાક નીચે પંચશીલનગરમાં ધમધમતા જુગારધામ ઉપર ગત રોજ સ્ટેટ મોનીટરીંગ સેલની (Khtodara police SMC raid) ટીમે દરોડા પાડતા સ્થાનિક પોલીસ દોડતી થઇ ગઈ હતી. જયારે ખટોદરા પોલીસની પોલ ખુલી ગઈ હતી. જયારે મોનીટરીંગ સેલે સ્થળ પરથી ૨૪ જુગારીઓને ઝડપી પાડયા હતા સાથે જ રોકડ, મોબાઈલ અને વાહનો સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા પોલીસ મથકની હદમાં આવેલ પંચશીલ નગરમાં આવેલ પ્લોટ નંબર ૨૫૭ ના ખુલ્લા ઓટલા ઉપર ધમધમતા જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.પોલીસને જોઈને સ્થળ ઉપર હાજર જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી.જોકે મોનીટરીંગ સેલ દ્વારા સ્થળ પરથી ૨૪ જુગારીઓને ઝડપી પાડ્‌યા હતા. અને જુગારધામ ચલાવનાર 2 આરોપી પ્રકાશભાઈ ઉર્ફે પ્રકાશ ડુક્કર, પંકજ ઉર્ફે લાલા પાટીલને વોન્ટેડ જાહેર કરાયા હતા.

પકડાયેલા જુગારીઓના નામ:

સાબીર દાઉદ શેખ, અમરસિંગ દુર્ગતસિંહ ઠાકુર, મહેશ ઈશ્વરલાલ લશ્કરી, કમલેશ મહેશભાઈ ગોસ્વામી, કમર લાલુભાઇ સૈયદ, અયાનુંદીન અનવર શેખ, નિકુંજ હેમંતભાઈ રાણા, અશોકભાઈ અમૃતભાઈ મહુવાગર, વિશાલ નારાયણભાઈ દાંડેકર, અનિલ ભીખાભાઈ બ્રામણ, મનોજ ભીખાભાઈ રાઠોડ, સુમિતભાઈ પ્રવીણભાઈ નાયકા, પ્રેમલ ચંદરવદન જરીવાલા, સુરેશભાઈ મહેશભાઈ રાઠોડ, હમીદ સબીર શેખ, રમેશભાઈ ભગુભાઈ રાઠોડ, શિવકુમાર શિવલાલ ગુપ્તા, યોગેશ ગોપાલભાઈ વિશ્વકર્મા, મનોજ કાશીનાથ બિસ્વાલ, કિશોર દિનેશચંદ્ર મહુવાકરા, લક્ષ્મણભાઈ બાલુભાઈ શિંદે, દેવીદાસ સાહેબ રાવ, પાટીલ સલીમ રહીમદ્દીન અન્સારી, વસંતકુમાર હીરાલાલ જરીવાલા, વોન્ટેડ: પ્રકાશભાઈ ઉર્ફે પ્રકાશ ડુક્કર, પંકજ ઉર્ફે લાલા પાટીલ

જુગારીઓ પાસેથી ચાર વાહનો તથા રોકડ તથા ૨૪ મોબાઈલ મળી કુલ્લે રૂ.૨.૭૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જયારે આરોપીઓ લાલ પાટીલ અને પ્રકાશ ઉર્ફે ડુક્કરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. વધુમાં સ્ટેટ મોનિટિંગ સેલના દરોડાને પગેલ ખટોદરા પોલીસ સામે પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. હવે જોવું રહ્યું સુરત પોલીસ કમિશ્નર ખટોદરા પોલીસ સ્ટેશનના કયા અધિકારીનો ભોગ લેશે કે પછી ડી સ્ટાફનું વિસર્જન કરશે?. સુરતમાં સતત સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ રેડ કરીને જુગાર અને દારૂના અડ્ડાઓ પકડી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી કરતા તો સેટિંગ વિખાયાની ચર્ચા થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *