સુમુલ ડેરીની ભરતી પ્રક્રિયામાં ગોલમાલ? કોંગ્રેસ નેતા દર્શન નાયક એ સરકારી એજન્સી પાસે ભરતી કરાવવા કરી માંગ

Published on Trishul News at 1:25 PM, Sat, 4 November 2023

Last modified on November 4th, 2023 at 1:26 PM

સુરત ખાતે સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) કાર્યરત છે. જેમાં લાખો ખેડૂતો અને પશુપાલકો સભાસદો સભ્યપદ ધરાવે છે.પરંતુ સુરત જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી.(સુમુલ ડેરી) જેવી સહકારી સંસ્થામાં રાજકીય દખલગીરી થઈ રહી હોવાને કારણે વહીવટ કર્તાઓ અને સભાસદો વચ્ચે વારંવાર વિવાદો સામે આવી રહ્યા છે તથા આ વિવાદો કોર્ટ-કચેરી સુધી પહોંચી રહ્યા છે અનેક વિવાદો આજે પણ કોર્ટમાં ચાલી રહ્યા હોવાથી સુમુલ ડેરીના વહીવટ કર્તાઓની વહીવટી કામગીરી બાબતે સભાસદોની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયક ફરી એકવાર લોકસમસ્યાને લઈને આગળ આવ્યા છે.

હાલમાં સુરત જીલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંધ લી.(સુમુલ ડેરી) દ્વારા ટેકનીકલ અને નોન ટેકનીકલ સ્ટાફ ની ભરતી પ્રક્રિયા ચાલી રહેલ છે. સદર ભરતી પ્રક્રિયામાં નોકરી માટે આવેદન કર્તાઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ પૂર્ણ થયેલ છે. ત્યારે કોંગ્રેસ નેતા દર્શન નાયક એ(Darshan Nayak) રજૂઆત કરી છે કે, સદર ભરતી પ્રક્રિયામાં આવેદન કરનાર અરજદાર પૈકીનાં અરજદારો દ્વારા મને રજૂઆત કરવાં આવેલ છે કે “ તેમનું નામ ખોટી રીતે ભરતી પ્રક્રિય માંથી કમી કરી દેવામાં આવેલ છે”.

કોંગ્રેસ નેતા દર્શન નાયક એ રજૂઆત કરી છે કે, તેઓને  ભરતી પ્રક્રિયનાં આવેદન કર્તાઓ દ્વારા મળેલ રજૂઆત મુજબ હાલમાં સદર ભરતી પ્રક્રિયામાં સુમુલ ડેરીનાં ડિરેકટરો,રાજકીય આગેવાનો અને હોદ્દેદારો તેમજ સહકારી અગ્રણીઓ દ્વારા ચોક્કસ ઉમેદવારોની પસંદગી માટે ભલામણો કરવામાં આવી રહી છે.જેના કારણે ખરેખર સક્ષમ તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થવાની સંભાવના છે. હાલમાં થોડા સમય પૂર્વ જ સુરતમાં સહકારી સંસ્થાઓમાં ક્લાર્કની થયેલ ભરતી પ્રક્રિયામાં ડિરેક્ટરો,રાજકીય આગેવાનો અને હોદ્દેદારો ભલામણોથી સગા-સબંધીઓની ભરતી લાયકાત પૂરતી ખાત્રી કર્યા વિના જ કરવામાં આવેલ હતી જેનાથી સક્ષમ તેમજ લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થયેલ હતો તથા સદર બાબતે રાજ્ય સહકાર વિભાગ તથા ના.બા.ર્દ. એજન્સીને ફરિયાદ કરવા છતાં આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવેલ હોય એવું જણાઈ આવતું નથી.

આવી જ ફરિયાદો સુમુલ ડેરીનાં સ્ટાફની હાલની ચાલી રહેલ ભરતી પ્રક્રિયામાં ઉઠી રહી છે.જે રીતે હાલમાં સહકારી સંસ્થાઓમાં થયેલ ભરતી પ્રક્રિયામાં એસ.સી.,એસ.ટી. તથા ઓ.બી.સી. સમાજનાં ખેડૂત સભાસદ અને પશુપાલક પરિવારનાં સ્થાનિક અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવેલ ન હતું.આવી સ્થિતિ સુમુલ ડેરીની હાલમાં કર્મચારીઓની ભરતીમાં ન થાય તેમાટે મોટાભાગના સભાસદો એસ.સી.,એસ.ટી., તથા ઓ.બી.સી. તેમજ આદિવાસી સમાજનાં સ્થાનિક હોવાથી આ પરિવારમાંથી જ આવતા લાયકાત ધરાવતા અરજદારોની ભરતી થાય એ જરૂરી છે.જેથી હાલની સુમુલ ડેરીમાં કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા રાજ્ય સરકારની સ્વતંત્ર સંસ્થા/એજન્સીની દેખરેખ હેઠળ કરાવવામાં આવે તથા આ પરીક્ષાનાં મુખ્ય ઇન્ચાર્જ તરીકે આઈ.પી.એસ. અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવે એ ભરતી પ્રક્રિયાની વિશ્વસનીયતા જણવાય રહે એ માટે જરૂરી છે.

આપશ્રી મારી ઉપરોક્ત રજૂઆતને ધ્યાને રાખી હાલમાં કર્મચારીની કરવામાં આવી રહેલ સુમુલ ડેરીમાં સ્ટાફની ખાલી પડેલ પદો માટે લેખીત પરીક્ષા તથા મૌખિક ઈન્ટર્વ્યુ થવાના બાકી છે. જો આ સમગ્ર લેખીત પરીક્ષા તથા મૌખિક ઈન્ટર્વ્યુની પ્રક્રિયા પારદર્શિય રીતે થાય તથા લાયકાત ધરાવતા ઉમેદવારોને જ નોકરી મળે તે માટે લેખીત પરીક્ષા તથા મૌખિક ઈન્ટર્વ્યુ પ્રક્રિયા સુમુલ ડેરીનાં વહીવટ કર્તાઓ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્ટાફ કે અજન્સી ને બદલે ગુજરાત ગૌણ સેવા આયોગ જેવી સ્વતંત્ર સરકારી એજન્સી પાસે લોકહિતમાં કરાવવી જોઈએ.

Be the first to comment on "સુમુલ ડેરીની ભરતી પ્રક્રિયામાં ગોલમાલ? કોંગ્રેસ નેતા દર્શન નાયક એ સરકારી એજન્સી પાસે ભરતી કરાવવા કરી માંગ"

Leave a comment

Your email address will not be published.


*