દેશમાં મંદિરોની સંસ્કૃતિમાં સતત વધારો જ થતો જાય છે. દેશમાં એવાં કેટલાંક મંદિરો આવેલા છે કે, જની પાછળનું રહસ્ય જાણીને ઘણાં લોકોને નવાઈ લગતી હોય છે અથવા તો ઘણીવાર તો વિશ્વાસ જ નથી આવતો. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.
જમ્મુ-કાશ્મીર એની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં ખુબ જ પ્રખ્યાત છે પણ કાશ્મીરમાં આવેલ આ મંદિર અંગે ઘણાં ઓછા લોકો જાણે છે ખરેખર, આ મંદિરમાં એક કુંડ આવેલો છે. જેનું પાણી દેશમાં સંકટ આવતાં પહેલાં કાળું થઇ જાય છે. લોકોની આસ્થાનું કેન્દ્ર આ મંદિરની એવી જ અમુક રહસ્યમય વાતો છે જેને ખરેખર જાણવા જેવી છે.
કાશ્મીરમાં આવેલ ગાંદરબલ જિલ્લાનાં તુલમૂલા ગામમાં માતા ખીર ભવાનીનું મંદિર આવેલ છે. જે લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે જૂન માસમાં અહીં મેળાનું આયોજન થાય છે. જૂન માસમાં લોકો અહીં શુક્લ પક્ષની જ્યાસ્ત અષ્ટમી પર મેળો જોવાં માટે આવે છે.
આ મંદિરની વિશેષતા તો એ રહેલી છે કે, દેશમાં દુર્ઘટના થાય એની પહેલાં આ મંદિરના કુંડનું પાણી કાળુ થઈ જાય છે. દર વર્ષે માતા ભવાનીના મંદિરે ચિનારના વૃક્ષની વચ્ચે લોકો એકત્ર થાય છે. આ મંદિરમાં માતાને દૂધ તથા ખીરનો પ્રસાદ ચઢાવવામાં આવે છે.
ભક્તો મંદિરના પરિસરમાં બનેલ ધોધમાં માતાને દૂધ તથા ખીર ચઢાવવા માટે ઘણાં લોકો આવે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે, આ મંદિરની નીચે વહેતા પવિત્ર ધોધનો રંગ ખીણની પરીસ્થિતિ સૂચવે છે. મંદિર પરિસરમાં જ ભક્તોના રોકાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કાશ્મીરમાં કેટલીક આફતો આવતાં અગાઉ આ પૂલના પાણીનો રંગ બદલાઈ ગયો છે. જ્યારે પાણીનો રંગ કાળો અથવા તો ઘાટો થાય છે ત્યારે કાશ્મીરની માટે એ અશુભ સંકેત તરીકે માનવામાં આવે છે. ગાંદરબલમાં આવેલ આ પવિત્ર મંદિર સમગ્ર વર્ષ દરમિયાન ખુલ્લું રહે છે. શ્રીનગરથી આ મંદિર સુધી પહોંચવા માટે તમારે એક ટેક્સી ભાડે લેવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en