સરજાહેર મહિલા વકીલને થપ્પડ અને લાત-ઘુસાથી માર્યો ઢોરમાર- દર્શક બની વિડીયો ઉતરતા રહ્યા લોકો

કર્ણાટક(Karnataka)ના બાગલકોટ(Bagalkot)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ મહિલા વકીલને નિર્દયતાથી માર મારતો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તેના પર મહિલાના પતિ પર મારપીટ કરવાનો પણ આરોપ છે.

આ વીડિયોમાં મહિલા વકીલને આરોપી નિર્દયતાથી મારતો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, મહંતેશ પુરી તાકાતથી મહિલા પર હુમલો કરે છે. તેણે મહિલાને પેટ પર જોરથી લાત મારી. આ પછી, સ્ત્રીને પીડા થવાથી તે પાછળની તરફ જાય છે. આ પછી આરોપીએ મહિલા પર થપ્પડનો વરસાદ કર્યો. મહિલાના હાથમાં રહેલા કાગળો પડી ગયા. પરંતુ, તેમ છતાં આરોપી મહિલા વકીલને મારવાનું ચાલુ રાખે છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા વકીલ અને આરોપી મહંતેશ એકબીજાના પાડોશી છે. મહિલાના પરિવાર અને આરોપી વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના કારણે તેણે મહિલા અને તેના પતિ પર મારપીટ કરી હતી. વીડિયો વાયરલ થયા બાદ બાગલકોટ ટાઉન પોલીસે મહંતેશ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેની સામે મારપીટનો કેસ નોંધવામાં આવ્યો છે.

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, આ ઘટના દરમિયાન આસપાસ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. પરંતુ, મહિલાની મદદ માટે કોઈ આગળ નથી આવી રહ્યું. જોકે, આ દરમિયાન કેટલાક લોકોની બૂમો પાડવાનો અવાજ પણ આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *