હાલમાં એક સગીરાનું 6 લોકોએ અપહરણ કરી રાજસ્થાનના એક યુવકને વેચી દીધી હતી. બાદમાં 17 વર્ષની સગીરાને ખરીદનાર સુરેશ પુરોહિતે આ સગીરાના કપાળમાં સિંદૂર પુરી લગ્ન કર્યા હતા અને તેના ઘરે રાખી વારંવરા શારીરિક સંબંધ પણ બાંધ્યા હતા. જોકે, 13મી ફેબ્રુઆરીના રોજ આ સગીરાને સુરેશ રાજસ્થાનથી ભરૂચ લઈ જતો હતો. સુરેશ જ્યારે સગીરાને ભરૂચ લઈ જતો હતો ત્યારે કુદરતી હાજતે જવાનું કહી આ સગીરા ત્યાંથી ભાગી ગઈ હતી. અને તેણે પરિવારજનોને જાણ કરતા શહેર કોટડા પોલીસે સગીરાનો કબજો મેળવી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જેમાં 17 વર્ષીય સગીરાને આઠ સપ્તાહનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે સગીરા સાથે પૂછપરછ કરતા સામે આવ્યું કે તે ત્રણ વર્ષથી જુહાપુરાના શાહરુખ સાથે પ્રેમ સબંધમાં હતી અને આ દરમિયાન તેની અને શાહરૂખ વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. જેથી આ ગર્ભ રહી ગયો હતો. શહેર કોટડા પોલીસે આ અંગે ગુનો નોંધી આ ફરિયાદ સરખેજ પોલીસને ટ્રાન્સફર કરી હતી. હાલમાં પોલીસે પ્રેમી શાહરૂખ સામે પોકસો અને બળાત્કારનો ગુનો નોંધી આરોપીને પકડવા કામગીરી હાથ ધરી છે. જોકે, ગર્ભમાં રહેલું ભ્રુણ મૃત્યુ પામ્યું હોવાથી ડોકટરોએ સગીરાની માતા અને બહેનની મંજૂરી મેળવી મેડિકલ સારવારથી આ ભ્રુણ કાઢી નાખ્યું હતું.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરાએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે અને તેના પિતાનું અવસાન થઇ ગયું છે. આ સગીરાને અન્ય બે બહેનો પણ છે જે હાલ પરિણીત છે. ગઈ તારીખ 5મી ફેબ્રુઆરીના રોજ માયાબહેન તથા સજ્જનબહેન, દિનેશભાઇ તથા વર્ષાબહેન તથા કાદર ભાઈએ ભેગા મળી આ સગીરાને લાલચ આપી તેને વેચી દેવા માટે ધાનેરા લઈ જવામાં આવી હતી. જ્યાંથી રાજસ્થાનના કરશને સુરેશ પુરોહિત નામના વ્યક્તિને પૈસા લઈ વેચી દીધી હતી.
ઉલ્લેખનિય છે કે, નેશનલ હ્યુમન રાઇટ કમિશનના આંકડા મુજબ ભારતમાં દર વર્ષે 40 હજાર બાળકોનાં અપહરણ થાય છે. તેમાંથી 11 હજાર બાળકોનો તો પત્તો જ નથી લાગતો. આ દરમિયાન દર વર્ષે ભારતમાંથી 14થી 50 હજાર સ્ત્રીઓ અને બાળકોને વિદેશોમાંથી સેક્સ ટ્રેડ માટે ભારત લાવવામાં આવે છે. નેપાળ અને બાંગ્લાદેશમાંથી 9થી 10 વર્ષની છોકરીઓને ભારતનાં વેશ્યાલયોમાં તસ્કરી દ્વારા મુકવામાં આવે છે. ભારતમાં બાળકોની ઉઠાંતરી એક મોટો વ્યવસાય છે. જાણવા મળ્યું છે કે, નેશનલ ક્રાઇમ બ્યૂરોના આંકડા અનુસાર દેશમાં દર 8 મિનિટે એક બાળક ગુમ થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle