સુરત(ગુજરાત): આજકાલ રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં સુરત(surat) શહેરમાં ડુમસ રોડ(dumas road) પર vr મોલની સામે ખેતલા આપા ટી સ્ટોલ(khetla aapa tea stol)ના માલિકની ઊંઘમાં ગળું કાપી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતકે હત્યારા પાસેથી 80 હજાર લેવાના હોવાથી આ હત્યા કરી હતી. ઉમરા પોલીસ(umra police) દ્વારા હત્યારાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, છેલ્લા દોઢેક મહિનાથી ડુમસ રોડ પર વીઆર મોલ સામે ભાડેની જગ્યામાં રોહિતસિંઘ પરિહારે ખેતલા આપા ટી સ્ટોલ શરૂ કર્યો હતો. રોહિતસિંઘની ટી સ્ટોલની બાજુમાં પાનનો ગલ્લો પણ છે. ગયા ગુરુવારે રોહિતસિંઘ સ્ટોલ બંધ કરી ખાટલો બહાર નાખી સૂઈ ગયો હતો. ત્યારે તેણે ઓય…ઓય…ની બૂમ અને રિક્ષા સ્ટાર્ટ થવાનો અવાજ સાંભળ્યો હતો. આ દરમિયાન રોહિતસિંઘના મિત્ર વિરાજે શટર ખોલવા માટે બૂમ પાડી રોહિતને કોલ કર્યો હતો. પરંતુ, રોહિતે કોલ રિસીવ ન કરતા મિત્રોને ફોન કર્યો હતો. જેથી મિત્ર ચિરાગ પટેલ દોડી આવ્યો હતો અને શટર નજીક રોહિતનું ગળું કપાયેલું તથા પેટમાંથી લોહી નીકળતી હાલતમાં ખાટલાથી નીચે પડેલો જોવા મળ્યો હતો.
ત્યારબાદ ચિરાગે શટર ખોલતાં વિરાજ અને સ્વાતિ બહાર આવ્યાં હતાં અને તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં ઉમરા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં પોલીસ સમક્ષ વિરાજે જણાવ્યું હતું કે, રિક્ષાચાલક અજય સુદામને રોહિતે હાથ ઉછીના 80 હજાર રૂપિયા આપ્યા હતા. આ રૂપિયાની રોહિત છેલ્લા 10 દિવસથી ઉઘરાણી કરતો અને અજય વાયદા આપતો હતો.
જાણવા મળ્યું છે કે, રોહિતસિંઘને ચપ્પુના 8થી 10 ઘા મારી હત્યા કરી હતી. પોલીસ દ્વારા હત્યારા અજય ઘડાઈને પકડી પાડવામાં આવ્યો છે. ગુરુવારે રાત્રે મૃતક સાથે જ રહેતા વિરાજ અને સ્વાતિ દુકાનમાં પિક્ચર જોતા હતા. તે દરમિયાન, સિગારેટ લેવા આવેલી વ્યક્તિએ રોહિતસિંઘને પૂછ્યું હતું કે તુમ કિતને લોગ યહાં પે સોતે હો. જેથી રોહિતસિંઘે જણાવ્યું કે, 5-7 જણા સોતે હૈ. આજ મૈં અકેલા સોને વાલા હું, જેથી પોલીસને સિગારેટ લેવા આવેલા શખ્સે રેકી કરી હોવાની આશંકા સેવાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.