સુરતના પાંડેસરા વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ – ધોળા દિવસે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા

Published on: 7:13 pm, Sat, 17 October 20

સુરતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સૂરતના પાંડેસરા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં માથા ભારે ઈસમની છાપ ધરાવતા પિન્ટુ નામના એક યુવકની જાહેરમાં સગા બે ભાઈઓ હત્યા કરી નાખવામાં આવી છે. ચપ્પુના ઘા ઝીંકીને ધોળા દિવસે હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને હત્યાના આરોપીઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. હાલમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસરા ખાતે આવેલ સીતાનગર વિસ્તારમાં ધોળા દિવસે હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ હતી. આશરે બાવીસ વર્ષીય યુવકની હત્યા ની ઘટના બનતા પાંડેસરા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ પિન્ટુ હોવાનું બહાર આવ્યું છે.જે પાંડેસરા વિસ્તારનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.

જોકે, હત્યા કરનારા શખ્સો અંજાણ હોવાનું જણાતા પોલીસ આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે મૃતક યુવક ની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. યુવકની હત્યા અંગત અદાવતમાં કરાઈ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

મળતી માહિતી અનુસાર, પિન્ટુની નજીકમાં રહેતા બે સગાભાઈ રોશન અને રાહુલે હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પિન્ટુની હત્યાના આરોપી બન્ને ભાઈઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. સમગ્ર હત્યા બન્ને ભાઈઓએ કોઈ જૂની અદાવતમાં કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle