સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોરથી, બે ગેંગ વચ્ચે થયેલી બબાલમાં 1નું મોત: જુઓ વિડીયો

ગુજરાતમાં જ્યાં એકબાજુ લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા. ત્યાં સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોરથી થઈ હતી. સુરતના વેડ રોડ પર આવેલાં પંડોળ વિસ્તારમાં બે…

ગુજરાતમાં જ્યાં એકબાજુ લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા. ત્યાં સુરતમાં નવા વર્ષની શરૂઆત ગેંગવોરથી થઈ હતી. સુરતના વેડ રોડ પર આવેલાં પંડોળ વિસ્તારમાં બે ગેંગ વચ્ચે બબાલ થઈ હતી. અને એક ગેંગના લોકોએ અન્ય ગેંગના એક યુવકની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સુરતે વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી એકવાર સૂર્યા મરાઠી ગેંગ અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થઈ હતી. બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.જાહેરમાં જ તલવાર અને ચપ્પું વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો. 5 જેટલાં યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના અનેક ઘા ઝીંકી દીધા હતા.

આ જીવલેણ હુમલામાં યુવક લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્યો હતો. આ ગેંગવોરમાં 2 યુવકોને ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવક પરનાં જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં એક યુવકનું મોત થયું હતું, પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *