સુરત(Surat): શહેરના માંગરોળ(Mangrol) તાલુકાના પાલોદ ગામની સીમમાં કીમ(Kim) ચાર રસ્તા વિસ્તારમાં આવેલી ઝમઝમ રેસીડેન્સીમાં બે સગીરોએ રાષ્ટ્ર ધ્વજને ફાડી તેનો વીડિયો બનાવી સોમવારના રોજ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો.
આ વીડિયો વાયરલ થતાંની સાથે જ હરકતમાં આવેલી કોસંબા પોલીસે રાષ્ટ્રધ્વજ ફાડનાર અને તેનો વીડિયો ઉતારનાર બંને સગીરોની ધરપકડ કરી હતી. પરંતુ આ પ્રકારની ગંભીર ઘટનામાં કડક કાર્યવાહી કરવાની જગ્યાએ બંને સગીરોના માતા પિતાને બોલાવી માત્ર ઠપકો અને થોડી સમજણ પૂરી પાડીને સંતોષ માન્યો હતો.
માંગરોળ તાલુકાના પાલોદ ગામ હદ વિસ્તારમાં આવેલ કીમ ચાર રસ્તા પાસે આવેલ ઝમઝમ રેસીડેન્સીમાં આવેલી એક દુકાનમાં બે સગીરોએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફાડ્યો હતો અને તેનો વીડિયો ઉતારી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાંની સાથે જ લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો.
આ પ્રકારની હરકત અંગેની જાણ કોસંબા પોલીસને થતાં પોલીસ દ્વારા આ બંને સગીરોને ઝડપી પાડવામાં આવ્યા હતાં. પરંતુ બંને સગીરો હોય જે અંગેની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી પીઆઈ બી. કે. ખાચરે તેમના માતા પિતાને બોલાવી આ અંગે ઠપકો અને સમજણ આપીને ઘર તરફ રવાના કર્યા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.