ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવે(Kinjal Dave) પોતાના આવાજને કારણે ભારત(India) સહીત બીજા દેશોમાં પણ ખુબ જ જાણીતી બની ગઈ છે. ગુજરાત(Gujarat)માં ઘણાં એવાં ગાયક કલાકાર(Singer) અને હાસ્ય કલાકારો છે. જે માત્ર ભારતમાં કે ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશોની ધરતી પર પણ ગુંજી ઉઠ્યા છે. પરંતુ આપણા લોકલાડીલા એવાં કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.
કિંજલ દવેનાં ગીત ‘ચાર બંગડી’ વાળા ગીત વિવાદની આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. કિંજલ દવેને સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે કે, તે હવેથી ‘ચાર ચાર બંગડી’ ગીત નહિ ગાઈ શકે. કિંજલ દવેના ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર સેશન્સ કોર્ટે પ્રતિબંધ મૂક્યો છે. કારણ કે ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવેને આ હુકમ કર્યો છે.
કિંજલ દવે હવેથી નહીં ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉં’ ગીત
સાથે જ ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ ન વેચવાનો કોર્ટે હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચાર ચાર બંગડીવાળી ગીત ગાવા પર કિંજલ દવે સામે કોપીરાઈટની અરજી કોર્ટમાં થઈ હતી. કોર્ટના હુકમ મુજબ કિંજલ દવે પોતાના લાઈવ પરફોર્મન્સ કે સ્ટેજ કોન્સર્ટમાં “ચાર બંગડીવાળી ગાડી” ટાઇટલ સાથેનું ગીત નહીં ગાઈ શકે. ત્યારે કોર્ટના હુકમથી કિંજલ દવેને મોટો ફટકો પડી શકે છે.
ચાર ચાર બંગડીવાળી ગીત કિંજલ દવેના ફેમસ ગીતોમાંથી એક છે. આ ગીતને કારણે કિંજલ દવેની પોપ્યુલારિટી વધી હતી. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાના કાઠીયાવાડી કિંગ તરીકે જાણીતા યુવકે કોપીરાઈટનો દાવો કર્યો હતો. આ પહેલાની સુનાવણીમાં કોમર્શિયલ કોર્ટે આ ગીત પર પ્રતિબંધ મૂક્યો હતો અને કિંજલ દવેને આ ગીત કોઈપણ કોમર્શિયલ કાર્યક્રમમાં નહીં ગાવા અને ઈન્ટરનેટ પરથી હટાવી દેવા આદેશ કર્યો હતો.
જાણો સમગ્ર વિવાદ
જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
કિંજલ દવેએ ગીતમાં સામાન્ય ફેરફાર કરીને ‘ચાર ચાર બંગડીવાળી’ ગીતની નકલ કરી હતી. આથી કિંજલ દવેને નોટિસ મોકલવામાં આવી હતી. પરંતુ 23 સપ્ટેમ્બર 2022ના રોજ કેસની સુનાવણીમાં કિંજલ દવે કોર્ટ સમક્ષ હાજર થયાં ન હતાં. કોર્ટે નોંધ્યું છે કે, કાર્તિક પટેલે કાઠિયાવાડી કિંગ્સ ચેનલ પર આ ગીત અગાઉ અપલોડ કર્યું હતું. આથી ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટે કિંજલ દવે સામે હુકમ જાહેર કર્યો છે કે હવેથી તેણી ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત નહીં ગાઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.