કિસાન ક્રેડીટ કાર્ડ હવે ફક્ત ખેતી સુધી સિમિત નહીં રહે. નરેન્દ્ર મોદીની સરકારે તેની સુવિધાઓ પશુપાલન તેમજ મત્સ્ય ઉદ્યોગ માં પણ ઉપલબ્ધ કરાવી છે. ખાલી ફરક એ છે કે આ બંને શ્રેણીઓમાં વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધી જ લોન મળશે. જ્યારે ખેતી માટે ત્રણ લાખ રૂપિયા સુધી લોન મળે છે. કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી પ્રદેશ મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગી એ વિસ્તારમાં જાણકારી લોકસભામાં એક લેખિત જવાબમાં આપી.
તો હવે મોડું કઈ વાતનું. પશુપાલન તેમજ મચ્છી ઉદ્યોગ માટે હવે કોઈ બેંકમાં જાવ અને ખાલી ત્રણ ડોક્યુમેન્ટ ઉપર જ તેના માટે લોન મેળવો. સારંગી એ જણાવ્યું કે સરકારે માછલી તેમજ પશુપાલન કરવા વાળા ખેડૂતો માટે પણ કિસાન ક્રેડીટ કાર્ડની સુવિધા આપી છે જેથી તેઓને પોતાનો કારોબાર વધારવા માટે ભંડોળ મળી રહે.
તેમજ કૃષિ મંત્રાલયના એક વરિષ્ટ ઓફિસરે જણાવ્યું કે સરકાર કિશાન ક્રેડિટ કાર્ડ નું કવરેજ વધારવા માટે પ્રયત્ન કરી રહી છે. અત્યારે લગભગ 50 ટકા ખેડૂતો પાસે જ કિશાન ક્રેડિટ કાર્ડ છે. દેશમાં 14.5 ખેડૂત પરિવારો છે. જેમાંથી ફક્ત સાત કરોડ પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે. આવું એટલા માટે છે કે તેને બનાવવા માટે ખેડૂતોને જટિલ પ્રોસેસથી પસાર થવું પડે છે.
કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ કિસાન ક્રેડીટ કાર્ડ માટે ફક્ત ત્રણ ડોક્યુમેન્ટ લઈ જાવ. પહેલુ એ કે જે પોતે ખેડૂત હોવાનું પુરાવા આપે. તેના માટે બેંકમાંથી તેની ખેતી ના કાગળ જુઓ અને તેની કૉપી લો. બીજું તેના રહેઠાણનો પુરાવો. ત્રીજો આધારકાર્ડ.
સરકારે બેન્કિંગ એસોસિયેશનને કહ્યું છે કે કિસાન ક્રેડિટ કાર્ડ ના આવેદન માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં ન આવે. પ્રદેશ સરકારે પણ બેંકોને કહ્યું છે કે તેઓ પંચાયતના સહયોગથી ગામમાં કેમ્પ ગોઠવી કિસાન ક્રેડીટ કાર્ડ બનાવે. જેથી ખેડૂત સરકારી લોન લે નહીં કે શાહુકારો પાસેથી.
એક લાખ સુધી વ્યાજ મુક્ત લોન.
નરેન્દ્ર મોદી સરકાર જો ભાજપ તરફથી લોકસભા ચૂંટણી દરમ્યાન આપવામાં આવેલો વચનોને નિભાવે તો ખેડૂતોને મોટી રાહત મળશે. સંકલ્પ પત્રમાં આપવામાં આવેલા ભજનનો મુજબ સત્તામાં ફરી આવવા થી સરકાર એક થી પાંચ વર્ષ માટે ઝીરો ટકા વ્યાજ પર એક લાખ સુધીની કૃષિ લોન આપશે પરંતુ તેમાં મૂળ રાશિને સમય ઉપર આપવી પડશે. આવ્યા જ મુક્ત કિસાન ક્રેડિટ કાર્ડ નું વ્યાજ કહેવાશે. ખેતી પ્રદેશ મંત્રી કૈલાશ ચૌધરી નું કહેવું છે કે ભાજપનો સંકલ્પ પત્ર અમારુ વિઝન ડોક્યુમેન્ટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.