ગુજરાત(Gujarat): ધંધુકા(Dhandhuka)ના કિશન ભરવાડ(Kishan Bharvad)ની હત્યાના વિરોધમાં રાજકોટ(Rajkot)માં પોલીસ કમિશનર કચેરી પાસે ટોળા એકઠા થયા હતા. આ મામલાને કારણે અહીં દુકાનો બંધ કરાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પછી પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારે પોલીસે લાઠીચાર્જ કરતા ફુલછાબ ચોક સુધી હંગામો થયો હતો. તે જ સમયે, લોહીલુહાણના કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને જેની તસવીરો અને વીડિયો વાયરલ(Video viral) થઈ રહ્યા છે.
રાજકોટમાં સમસ્ત માલધારી સમાજે પણ કિશન હત્યા કેસના આરોપીઓનું તાત્કાલીક એન્કાઉન્ટર કરવા માંગ કરી છે અને સાથે જ “કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ અભી જિંદા હૈ” ના નારા સાથે રેલી કાઢવામાં આવી હતી. રાજકોટમાં ઉગ્ર પ્રદર્શન કરી રહેલા ટોળાએ પોલીસ પર લાઠીચાર્જ કર્યો હતો અને પરિણામે કેટલાક યુવાનો ઘાયલ થયા હતા. રાજકોટની વાત કરીએ તો રેસકોર્સ રોડ થઈને કલેક્ટર કચેરી તરફ જતા રોડ પર મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો એકઠા થયા હતા.
જોકે, માત્ર માલધારી સમાજ જ નહીં પરંતુ હિન્દુ સંગઠનો, સ્થાનિક યુવાનોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ‘કિશનના હત્યારાઓને ફાંસી આપો… ફાંસી આપો…, હિંદુ સંસ્કૃતિ ઝિંદાબાદ’ના નારા સાથે લોકોના ટોળા આ રસ્તા પર ઉમટી પડ્યા હતા. આ તમામ યુવા-સમાજના આગેવાનોની એક જ માંગ હતી કે કિશનના હત્યારાઓને ગમે તે ભોગે સજા મળવી જોઈએ. આ રીતે આ દેશમાં હિન્દુ સંસ્કૃતિ પર હુમલો થાય તે ચલાવી લેવામાં નહી આવે.
કોમી વિખવાદ અટકાવવા પોલીસનું આ પ્રકારનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પોલીસે ટોળાને વિખેરવા દંડા અને પિસ્તોલ કાઢવી પડી હતી. કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ અને ગૃહ વિભાગે કડક કાર્યવાહી કરી હોવા છતાં અમુક તત્વો તેમની કામગીરી પર સવાલ ઉભા કરીને ગુજરાતને બાનમાં લેવાની કોશિશ કરી રહ્યા છે. આ કાર્યવાહી કરીને પોલીસે ગુજરાતને અશાંતિ તરફ જતા અટકાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.