દાન કરવું એ દરેક ધર્મમાં એક રિવાજ છે. જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપીને તેનું જીવન સુધારી શકાય છે. ધનવાન વ્યક્તિ પોતાના ધનનું દાન કરીને પુણ્ય મેળવે છે પરંતુ અહીં દાનનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. મૂળ ઉનાવા ગામના અને હાલ સુરતના નિવાસી, પાટીદાર સમાજના કિશન મહેશભાઇ પટેલ બ્રેન્ડેડના કારણે મૃત્યુ પામ્યા હતા.
મૃત્યુ પામ્યા બાદ તેમના પરિવાર જનોએ તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી. અમે ત્રિશુલ ન્યૂઝ તરફથી બ્રેનડેડ કિશન મહેશભાઈ પટેલના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડવા માટે નતમસ્તક વંદન કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન વરાછાઝોનમાં RTI વિભાગમાં સીનીયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રાજેશ મોદીએ તેમના પત્ની સોનલબેન બ્રેનડેડ થતા ડોનેટ લાઈફ સંસ્થાના કાઉન્સીલીંગ પછી તેઓના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવુંજીવન આપી સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી માનવતાની મહેક ફેલાવી.
દાનમાં મેળવવામાં આવેલી કિડની પૈકી એક કિડની બિહારના રહેવાસી ડૉ.ઉપેન્દ્રનાથ જી.પી ઠાકુર ઉ.વ. ૬૭ અને બીજી કિડની વડોદરાના રહેવાસી મમતાબેન સંદીપભાઈ વર્મા ઉ.વ. ૩૮ માં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી પ્રણવભાઈ કૌશિકરાય વોરા ઉ. વ. ૪૭માં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.
અંગદાન મેળવવાની સમગ્ર પ્રક્રિયામાં સોનલબેનના પતિ રાજેશભાઈ, પુત્રીઓ ક્રિષ્ના અને પૂજા, સાસુ જશવંતીબેન, દિયર પીન્કલભાઈ, ભાઈ જયેશભાઈ, ભાભી હેતલબેન, ભત્રીજો જેનીલ, ન્યૂરોફીજીશીયન ડૉ.રવિ વૈત્યાની અને ડૉ.પાર્થિવ દેસાઈ, ન્યૂરોસર્જન ડૉ.આશિત દેસાઈ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.હાર્દિક પટેલ, ફીજીશીયન ડૉ.માણેક અસાવા, ચીફ મેડીકલ એડમિનિસ્ટ્રેટર ડૉ. કિશોર વૈદ્ય, મહાવીર ટ્રોમા હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખશ્રી નીલેશ માંડલેવાલા અને પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.
ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૪૧ કિડની, ૧૩૬ લીવર, ૭ પેન્ક્રીઆસ, ૨૩ હૃદય, ૪ ફેફસાં અને ૨૪૬ ચક્ષુઓ કુલ ૭૫૭ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૬૯૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.