સુરતની કરંજ બેઠક પર ભાજપે AAP અને કોંગ્રેસને કચડ્યું- જાણો કેટલી લીડથી જીત્યા પ્રવિણ ઘોઘારી

સુરત(Surat): શહેરમાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણીનો ખરાખરીનો જંગ ખેલાયો હતો. અહીં માનવામાં આવતુ હતુ કે, ભાજપ અને AAP વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળશે. પરંતુ અહીં ભાજપે સુરત શહેર અને જિલ્લાની કુલ 16 બેઠક જીતીને આમ આદમી પાર્ટીના સુપડા સાફ કરી દીધા છે. ત્યારે સુરતની કરંજ બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી, આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠીયા અને કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલ વચ્ચે ચુંટણી જંગ જામ્યો હતો.

જાણો કોને કેટલા મત મળ્યા:
જો વાત કરવામાં આવે તો કરંજની આ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ છે. જણાવી દઈએ કે, પ્રવિણ ઘોઘારીને 60,493 મત મળ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠીયાને 24,519 મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલને 2,954 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારી 35,974ની લીડથી વિજયી બન્યા હતા.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે. માત્ર તેટલું જ નહીં, ગુજરાતની જનતાના 52 % મત ભાજપને મળ્યા છે.

12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ:
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *