કોરોના વચ્ચે તમામ લોકો બહારની ખાણીપીણીની જગ્યાએ ઘરમાં જ બનાવેલ વાનગીનો આનંદ માણી રહ્યાં છે. ઘરમાં વિવિધ જાતની રસોઈ બનાવવામાં આવતી હોય છે. કેટલાંક લોકોને ભોજન કર્યાં બાદ કંઈક ગળ્યું ખાવાની આદત હોય છે પરંતુ જો ભોજન કર્યાં બાદ કંઈક હેલ્ધી તથા ટેસ્ટી વસ્તુ ખાવા મળી જાય તો મજા પડી જાય.
તમે સોજીનો, લોટનો શીરો તો ઘણીવાર ખાધો હશે પરંતુ હાલમાં અમે તમને કેળાનો એકદમ અલગ તથા હેલ્ધી શીરાની રેસિપી જણાવીશું. આ ફટાફટ બની જાય છે. ચાલો જાણી લો વાનગી.
કેળાનો શેરો બનાવવાં માટેની સામગ્રી:
કેળાનો શીરો બનાવવાં માટે કુલ 6 નંગ પાકાં કેળા, 1 કપ ખાંડ, અડધો કપ ઘી, 1 ચમચી એલચીનો પાઉડર, પાણી જરૂર પ્રમાણે.
બનાવવાની રીત:
સૌપ્રથમ કેળાને છોલી એના નાના ટુકડા કરી લો. હવે એક પેનમાં ઘી ગરમ મૂકો. ત્યારપછી એમાં અડધો કપ સોજી નાખીને એનો કલર બદલાઈ જાય ત્યાં સુધી સાંતળો. હવે એમાં કેળા નાખી મેશ કરી લો. બધું બરાબર ભળી જાય ત્યારપછી એમાં ખાંડ નાખીને મિક્સ કરી લો.
હવે એક અથવા તો દોઢ કપ ગરમ પાણી નાખીને બધું બરાબર મિક્સ કરી લો તથા ઘી છૂટે ત્યાં સુધી સતત ચલાવતા રહો, જેને લીધે શીરો નીચે ચોંટે નહીં. છેલ્લે એમાં એલચી પાઉડર તથા તમારા મનગમતા ડ્રાયફ્રૂટ્સ નાખીને સર્વ કરો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle