આપને સૌ દરરોજ જે કામ કરીએ છીએ તે કામમાં દાતની સફાઈ કરવાનું કામ પણ શામેલ છે. આપને સૌ સવારે ઉઠીને ટૂથપેસ્ટ લઈએ છીએ અને તેમણે બ્રશ પર લગાવીને દાત પર ઘસીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય પણ ટુથપેસ્ટને આમ તેમ ફેરવીને જોઈ ખરા? જોવા જઈએ તો ખાસ કરીને તે ભાગ પર ટૂથપેસ્ટની પ્રાઈઝ અને એક્સપાયરી ડેટ લખેલી હોય છે. જો તમે ત્યાં ધ્યાનથી જોશો તો અ એક રંગની પટ્ટી જોવા મળશે. આ કલર વાળી પટ્ટીઓનો સબંધ સીધો તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલ હોય છે. ત્યારે તમારું જાણવું જરૂરી છે કે આ રંગની પટ્ટીઓ શું સૂચવે છે. તો ચાલો જણાવીએ તમને આ રંગની પટ્ટીઓ વિશે…
ચાર રંગની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે:
જોઈએ તો કોઇપણ ટુથપેસ્ટ પર ચાર રંગની પટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં લાલ, લીલો, વાદળી અને કાળા રંગનો ઉપયોગ થાય છે. આ કલર પરથી જણાય કે આ ટૂથપેસ્ટ નેચરલ છે કે કેમિકલયુક્ત
લાલ રંગ-
જે ટૂથપેસ્ટમાં લાલ રંગની પટ્ટી હોય તેમાં કેમિકલ અને સાથે જ કેટલાક કુદરતી પદાર્થનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ નેચરલ અને કેમિકલયુક્ત ટૂથપેસ્ટ કહી શકાય.
કાળો રંગ-
કાળા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટમાં ફક્ત કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેને કેમિકલયુક્ત ટૂથપેસ્ટ કહી શકાય.
વાદળી રંગ-
વાદળી રંગની પટ્ટીનો ઉપયોગ દવાયુક્ત ટૂથપેસ્ટ માટે કરવામાં આવે છે. જોકે તેમાં નેચરલ પદાર્થનું પણ મિશ્રણ કરવામાં આવે છે.
લીલો રંગ-
લીલા રંગની પટ્ટીવાળી ટૂથપેસ્ટ સંપૂર્ણપણે નેચરલ હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલનું મિશ્રણ કરવામાં નથી આવતું.
આ કેમિકલ્સ ટૂથપેસ્ટની અંદર ઉપયોગ કરવામાં આવે છે:
ટૂથપેસ્ટની અંદર જુદા જુદા કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જોવા જઈએ તો ખાસકરીને તેમાં ડાઇ કેલ્શિયમ ફોસ્ફેટ, બેકિંગ સોડા, કેલ્શિયમ, સોર્બિટોલ, ટ્રાઇક્લોસન અને ટેશિયલ નાઇટ્રેટનો ઉપયોગ થાય છે. જયારે આવી ટૂથપેસ્ટનો ઉપયોગ હાડકાં અને હાર્ટ માટે ખૂબ ખતરનાક હોય છે. સાથે અપચો, અલ્સર, મોંઢામાં સોજો અને આંતરડામાં સોજા જેવી પણ સમસ્યા ઉદભવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.