ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ગરમીના કારણે દેશના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે રાજધાની દિલ્હીમાં પણ સૂરજ આગ વરસાવી રહ્યો છે. દિલ્હીના લોકો પણ આકાશમાંથી થતી અગન વર્ષાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલ એટલે કે, ગુરૂવારના રોજ દિલ્હીમાં ગરમીએ આઠ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. દિલ્હીના પાલમ વિસ્તારમાં તાપમાન 46.8 ડિગ્રી પર પહોંચ્યું હતું. આ ઉપરાંત હવામાન વિભાગના કહેવા અનુસાર, આ અઠવાડિમાં આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળી શકે તેમ નથી.
આ કાળજાળ ગરમી વચ્ચે દેશમાં ચોમાસાને લઇને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઓગસ્ટમાં 99% ચોમાસાનું અનુમાન છે સાથે સાથે આ વર્ષે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. 6 જુન સુધી ગરમીથી રાહત મળવાની કોઈ પણ આશા દેખાતી નથી. કારણ કે, 6 જુન સુધી ચોમાસું કેરળમાં પહોંચી શકે છે અને ત્યાંથી આગળ વધશે.
આ ઉપરાંત દક્ષિણ ભારતમાં 97% ચોમાસાનું અનુમાન છે. 91% પૂર્વોત્તર ભારતમાં ચોમસાનું અનુમાન છે. IMDના જણાવ્યા અનુસાર, મધ્ય ભારતમાં 100% ચોમાસું અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 94% ચોમાસું રહેશે. IMDના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ મહિનામાં 99% વરસાદ વરસી શકે છે. જુનથી સપ્ટેમ્બરમાં 96% અને જુલાઈમાં 95% વરસાદ વરસી શકે છે અને ઉત્તર-પશ્ચિમ તેમજ ઉત્તર-પૂર્વીય ભારતમાં નબળા વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.