‘જે લોહીનો ન થયો એ કોઈનો ના થાય’ – જાણો હાર્દિક પટેલની વિરોધમાં ક્યાં લાગ્યા ઠેર-ઠેર બેનરો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે હવે ચુંટણીની છેલ્લી…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે અને આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે હવે ચુંટણીની છેલ્લી ઘડીએ જ વિરોધના સુર ઉઠ્યા છે. જો વાત કરવામાં આવે તો વિરમગામ(Viramgam)થી હાર્દિક પટેલ(Hardik Patel)ની સામે વિરોધના સુર ઉઠ્યા છે.

વિરમગામમાં જ હાર્દિક પટેલનો વિરોધ:
મળતી માહિતી અનુસાર, જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલના ગામની અંદર જ તેનો વિરોધ શરુ થઇ ગયો છે.

ઠેર-ઠેર હાર્દિકના વિરોધમાં બેનરો અને પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

ચુંટણી પહેલા જ વિરોધના સુર ઉઠતા રાજકારણ ગરમાય ગયું છે.

બેનરમાં લખ્યા છે અલગ-અલગ સ્લોગન:
વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લગાવવામાં આવેલા જુદા જુદા બેનરમાં શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં, લોહીનો ના થાય એ કોઈનો ના થાય, ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં, ગમે તે જીતે હાર્દિક હારવો જોઈએ, હાર્દિક જાય છે, જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરા, 14 પાટીદારોનો હત્યારો જનરલ ડાયર કોણ છે? હાર્દિક જાહેર કરે લખવામાં આવ્યું છે.

5 ડિસેમ્બર એટલે કે કાલે છે બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

8 ડિસેમ્બરે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *