PM નરેન્દ્ર મોદી એક દિવસ ના ભોજન પર કરે છે આટલો ખર્ચ, જાણીને તમને વિશ્વાસ પણ નહિ આવે

સતત બીજી વખત દેશના બનનારા PM નરેન્દ્ર મોદી અંગે કેટલીક એવી વાતો છે જે લોકો જાણવા માંગે છે. પીએમ મોદીને દરેક લોકો જાણે છે કે, તે એક સારા વક્તા છે. તેની પાછળ અન્ય કોઇ નહીં પરંતુ તેમનું ડાયેટ છે. PM મોદી ખાવાને લઇને ખૂબ ચિંતિત છે. જો તમે વિચારો છો કે, રેલી અને ભાષણ આપવા માટે તે વધારે પ્રમાણમાં ભોજન લેતા હશે અથવા તો ભરપૂર પ્રમાણમાં જ્યૂસ પીતા હશે. પરંતુ એવું બિલકુલ પણ નથી.

આજે અમે તમને પીએમ મોદીના ડિનર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. પીએમ મોદીના ખાદ્ય ખર્ચ વિશે અમે તમને કહીએ તે પહેલાં, તમને એક સવાલ કરવામાં આવે છે. હા, જ્યારે તમે ક્યાંક બહાર જાઓ છો, ત્યારે તમે હોટેલમાં ઓછામાં ઓછા 1000 અથવા 500 રૂપિયા ખર્ચ કરી આવો છો. પરંતુ પીએમ મોદી તે કરતા નથી. આપણે બધા જાણીએ છીએ કે તેઓ સરળ ખોરાક લેવાનું પસંદ કરે છે.

પીએમ મોદી રાતે મોડા સૂઇ ગયા હોય તો પણ તે સવારે 5 વાગ્યે ઉઠી જાય છે. એક કલાક યોગાસન કરીને પોતે ફ્રેશ રહે છે. ત્યારબાદ તે નાસ્તો કરે છે. પીએમ મોદીને નાસ્તો કરતા 20 મિનિટનો સમય લાગે છે. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીને નાસ્તામાં થેપલા, ઢોકળા અથવા પોહા ખાવાનું પસંદ છે. જેની કિંમત ફક્ત 50 રૂપિયા છે. તો બીજી તરફ, બપોરે પણ, મોદીને હળવાશથી ખાવાનું પસંદ છે, જે ફક્ત 50 રૂપિયાનું હોય છે. હવે તમને રાત્રિભોજન વિશે કહીએ, રાત્રે વડા પ્રધાન મોદી રોટલી, દાળ અને દહીં ખાવાનું પસંદ કરે છે. જેની કિંમત 100 થી 200 ની વચ્ચે હોય છે.

પીએમ મોદી દિવસના ભોજનમાં ભાત, દાળ, શાક અને દહીં સમાવેશ કરે છે. ભાષણ દરમિયાન તે હંમેશા ઊંચા અવાજમાં ભાષણ આપે છે. તેના માટે તે તેમના ગળાનું વિશેષ ધ્યાન રાખે છે. જેથી તે હંમેશા નવશેકું પાણી પીવે છે.

દેશ-દુનિયાની માહિતી પણ તે રાખે છે. જેના માટે તે દુનિયાભરની ખબરો અને સોશિયલ મીડિયાથી પોતાને અપડેટ રાખે છે. તેમનાથી જોડાયેલા સુત્રો અનુસાર કોઇ યાત્રા પર નીકળતા પહેલા તે તેમની સાથે ન્યૂઝ પેપર લઇ જવાનું ભૂલતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *