સોનાની લેણદેણ કરનારા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો- સુરતના વેપારી સાથે જે બન્યું તે જાણી તમે ચોકી જશો

સમગ્ર દેશમાં અવારનવાર છેતરપિંડી ની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી વધુ એક ઘટના ગુજરાતમાં આવેલ સુરત જિલ્લામાંથી સામે આવી છે. સુરતના એક વેપારીને મારવાડી ગેંગ દ્વારા સૌપ્રથમ મિત્રતા કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્ર તેના આધારે મારવાડી ગેંગ દ્વારા સુરતના વેપારીને કડોદરા બારડોલી હાઈવે પર આશરે 12 કિલો સોનુ આપવાનું જણાવી ને મળવા માટે બોલાવ્યા હતા.

સુરતના વેપારી તેના વાતમાં આવી જઈને કડોદરા બારડોલી હાઈવે પાસે 12 કિલો સોનું લેવા માટે ગયા હતા. પરંતુ મારવાડી ગેંગ 1.40 કરોડની ઠગાઈ કરીને ત્રણ મહિના પહેલા ભાગી ગયા હતા. આ અંગેની માહિતી વાપરીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધાવી હતી. મળેલી ફરિયાદના આધારે પોલીસે અમદાવાદમાંથી બે આરોપીઓને ઝડપી પાડયા છે. અને અન્ય ચાર લોકોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને મૂળ તાલુકો વલભીપુર ના વતની હિંમતભાઈ કાળુભાઈ સોનાણી તેઓ ગત 18 માર્ચના રોજ કડોદરા પલસાણા હાઈવે પર પસાર થઇ રહ્યા હતા. આ સમયે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ અને એક મહિલા તેમની પાસે આવી હિંમતભાઈ ની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ મિત્રતાના આધારે અજાણી વ્યક્તિઓએ હિંમતભાઈ ને કહ્યું કે, તેમની પાસે 12 કિલો સોનાના સિક્કા હોવાનું જણાવ્યું હતું અને હિંમતભાઈ પાસેથી 1.40 કરોડ રૂપિયા લઈને સોનાના નકલી સિક્કા આપી ઠગ ટોળકી ભાગી ગઈ હતી.

આ સમગ્ર ઘટના બાદ હેમંતભાઈએ પોતાના વિસ્તારમાં જઇને સોનીની દુકાને સોનાના સિક્કા વેચવા માટે જણાવયું હતું. સોનીએ હિંમતભાઈ ને જણાવ્યું કે, આ સોનાના સિક્કા નકલી છે. ત્યાર પછી હિંમતભાઈ એ આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે દરેક અજાણ્યા વ્યક્તિઓ ના ફોટા મળી આવ્યા હતા. આ ફોટા ગુજરાત પોલીસ ને આપવામાં આવ્યા હતા જેના આધારે અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન પાસેથી બે આરોપી અમદાવાદમાં રહેતા હોવાની જાણ થતા રામોલ પોલીસે એ બંનેની અટકાયત કરીને કડોદરા પોલીસને જાણ કરી હતી.

અમદાવાદમાં સંજય નગર ઈન્દિરા નગર ની પાસે રહેતા રાજુલાલભાઈ રાઠોડ (મૂળ રાજસ્થાનના રહેવાસી) અને પન્ના ભાઈ ચતુરભાઈ રાઠોડ (મૂળ જુનાવાડજ અમદાવાદ શહેરના રહેવાસી) 2 આરોપી અમદાવાદ માંથી ઝડપાઈ ગયા હતા. આ ઉપરાંત આ ગુનાના અન્ય આરોપી ખોડાભાઈ રમેશભાઈ રાઠોડ, મણીબેન મોહનભાઈ રાઠોડ, જીતુભાઈ ધોળાભાઈ રાઠોડ, બાલાભાઈ રાજુભાઈ રાઠોડ હજુ પણ ફરાર છે.આરોપીઓના 4 ઓગસ્ટ સુધીના પોલીસે રિમાન્ડ મેળવી આગળની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *