પતિને પત્નીના ગેર સબંધની જાણ થતા, પોતાનો બચાવ કરવા પરણિતાએ લબરમૂછીયા પ્રેમી પર કરી દીધો એસીડ અટેક

સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ગોડાદરા(Godadra) વિસ્તારમાં પરિણીતાએ પતિ(husband wife) સાથે મળી લબરમૂછીયા પ્રેમી(Acid attack of lover) પર…

સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરના ગોડાદરા(Godadra) વિસ્તારમાં પરિણીતાએ પતિ(husband wife) સાથે મળી લબરમૂછીયા પ્રેમી(Acid attack of lover) પર એસીડ એટેક કરતા તે આંખ અને કાનમાં ગંભીર રીતે દાઝી ગયો હતો. લબરમુછીયો પ્રેમિકાની દુકાનમાં બેઠો હતો ત્યારે જ પ્રેમિકાએ (married woman affair) હુમલો કરતા યુવાન સાથે પતિ પણ દાઝી ગયો હતો. ગોડાદરા પોલીસ દ્વારા પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપત્તી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, મૂળ ઝારખંડનો વતની અને સુરતમાં ગોડાદરા નારાયણ નગરની સામે સાંઈકૃપાની સોસાયટી ઘર નંબર ૪૩માં રહેતો ૨૦ વર્ષીય પ્રિન્સ રાજુભાઈ શાહ ઉધના સીટીઝન કોલેજમાં બીએસસીનો અભ્યાસ કરે છે. દોઢ વર્ષ અગાઉ ગોડાદરા રાજ એમ્પાયરમાં શિવાય એમ.આર.ક્લોધીંગ નામે રેડીમેઈડ કપડાંની દુકાન ધરાવતા મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ગોડાદરા કેશવપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ રમેશભાઈ મેવાડા સાથે તેની મિત્રતા થઈ હતી.

મળતી માહિતી મુજબ, પ્રિન્સ ભાવેશની દુકાને બેસતો થયો હતો અને ધરે પણ, અવરજવર થતા તેની મિત્રતા ભાવેશની પત્ની પૂજા સાથે થઈ હતી. બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને બંનેએ મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યો હતો. આ દરમિયાન, આ અંગે  ભાવેશને જાણ થઈ હતી પણ તેણે પ્રિન્સને કશું કહ્યું નહોતું. ત્યારબાદ પણ ભાવેશની દુકાને જઈ બેસતો પ્રિન્સ આજે બપોરે ૧૨:૩૦ વાગ્યે ભાવેશની દુકાને ગયો ત્યારે ત્યાં માત્ર કારીગર જ હતો. બે વાગ્યે ભાવેશ ત્યાં આવ્યો હતો અને સામાન્ય વાતચીત કરી ચાલ્યો ગયો હતો.

ત્યારબાદ સવા ત્રણ વાગ્યે ભાવેશ પત્ની પૂજા સાથે દુકાને આવ્યો ત્યારે પૂજાના હાથમાં થેલી હતી. દુકાનના કાઉન્ટર પર બેઠેલા પ્રિન્સની સામે ખુરશી પર બેઠેલી પૂજાએ જયારે પ્રિન્સ મોબાઈલ ફોન જોવામાં મશગુલ હતો ત્યારે તેના પર એસિડ ફેંકતા તે જમણી આંખ, કાન અને ખભાના ભાગે દાઝી ગયો હતો. આ ઉપરાંત, તેનું ટીશર્ટ પણ ફાટી ગયું હતું. પ્રિન્સને આખા શરીરે બળતરા થતા તે તે જ બિલ્ડીંગમાં આવેલી હોસ્પિટલમાં દોડી ગયો હતો. ત્યાં તેને આંખ અને કાનના ભાગે ગંભીર રીતે દાઝી ગયો હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ પ્રિન્સ પર એસિડ એટેક કરી પતિ-પત્ની ત્યાંથી ભાગી ગયા હતા. પરંતુ, પૂજાએ પ્રિન્સ પર એસિડ ફેંક્યું તે ભાવેશ પર પણ ઉડતા તે પણ દાઝી ગયો હતો. આથી તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા દોડી ગયેલી ગોડાદરા પોલીસ દ્વારા પ્રિન્સની ફરિયાદના આધારે મેવાડા દંપત્તી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. અને ભાવેશ સારવાર હેઠળ હોવાથી પૂજા તેની ચાકરીમાં હતી જ્યાં પોલીસે જાપ્તો ગોઠવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *