રાજસ્થાન (Rajasthan) ના કોટા (Kota) માં રહેતા 95 વર્ષના રામનાથી બાઈ આજે ચાલી અને બોલી શકતા નથી. ધ્રૂજતા હાથે ઈશારો કરીને પોતાનું દર્દ વ્યક્ત કરતા આ વૃદ્ધા ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તેનો આરોપ છે કે એક વ્યક્તિએ છેતરપિંડી કરીને તેની પાસેથી બધું છીનવી લીધું. જ્યારથી તેમની 72 વર્ષની એજ્યુકેશન ઓફિસર રહી ચુકેલી દીકરી શાંતિ મેહરાનું મૃત્યુ થયું ત્યારથી તેમને લાગ્યું કે બધું જ લૂંટાઈ ગયું છે.
નવાઈની વાત એ છે કે કરોડોની સંપત્તિ હોવા છતાં આજે તેઓ બે ટાઈમનું જમવાનું ગોતી રહ્યા છે. રામનાથીની પુત્રી શાંતિ મેહરા વર્ષ 2008માં શિક્ષણ વિભાગમાં ડાયેટ પ્રિન્સિપાલના પદ પરથી નિવૃત્ત થઈ હતી. મા-દીકરી સિવાય ઘરમાં બીજું કોઈ નહોતું. આ વર્ષે 13 જાન્યુઆરીએ હાડકાના કેન્સરને કારણે શાંતિનું અવસાન થયું હતું. રામનાથીબાઈ તેમની પુત્રીના મૃત્યુ પછી એકલા પડી ગયા હતા. આ પછી તેની સંપત્તિ અને પૈસા પણ હાથમાંથી નીકળી ગયા.
રામનાથી બાઈ કહે છે કે ગિરિરાજ નામના વ્યક્તિએ મંદિર બનાવવાની આડમાં તેમની દીકરીનું બધું જ છીનવી લીધું. તેની પાસે આગળ આજીવિકા કરવા માટે એક પૈસો પણ નથી. તેણે પોતાની સાથે રેશન કાર્ડ, આધાર કાર્ડ, પુત્રી શાંતિનું મૃત્યુ પ્રમાણપત્ર પણ છોડ્યું ન હતું. હદ તો ત્યારે થઈ જ્યારે દીકરીના અંતિમ સંસ્કાર માટે પણ પરેશાન થવું પડ્યું. તેણે આ સમગ્ર મામલે મહાવીર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે, પરંતુ હાલમાં તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
સંભાળના નામે છેતરપિંડી
પીડિતા રામનાથી અને તેના સંબંધીઓનો આરોપ છે કે, ગિરિરાજ શ્રૃંગીએ બધું હડપ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેણે છેતરપિંડી કરીને મૃતક શાંતિ મહેરાના ખાતા, પેન્શનના પૈસા અને ખાતાની જમીન પચાવી પાડી, મહાવીર નગર સેકન્ડ અને કોટડીના મકાનના કાગળો પણ પોતાના કબજામાં રાખ્યા હતા. ગિરિરાજ શ્રૃંગી શિક્ષણ વિભાગમાં ગ્રંથપાલના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમને લાંબા સમય સુધી રામનાથીબાઈના ઘરે જવાનું થતું. તે શાંતિ મેહરાની સંભાળ રાખતો હતો. સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો કે આ દરમિયાન તેણે તંત્ર વિદ્યાનો ઉપયોગ કરીને કાગળો પર સહી કરાવીને છેતરપિંડી આચરી હતી. ગિરિરાજે તેના પુત્રને નોમિની બનાવીને તમામ મિલકત હડપ કરી લીધી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.