સુરત ખાતે વરાછામાં રહેતી રત્નકલાકારની પત્ની શનિવારે સવારે ઘરની અંદર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગઈ હતી. યુવતી ટાંકીમાં પડી જતા તેમનું સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ અમરેલી જિલ્લાના લાઠીના આસોદર ગામના રહેવાસી અને વરાછાના ખોડીયારનગર રોડ નજીક તેજેન્દ્રપાર્ક સોસાયટીમાં રહેતા રવિભાઈ રાજાણી હીરા મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
શનિવારના રોજ સવારે તેમની 30 વર્ષિય પત્ની કૃપા ઘરમાં આવેલ અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી ગઈ હતી. કૃપાનો એકનો એક દોઢ વર્ષીય પુત્ર ખુબ રડી રહ્યો હતો. જયારે રવિ રસોડામાં કૃપાને શોધવા લાગ્યો હતો.
આખા ઘરમાં કૃપા ન મળતા અંતે અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં ડુબી ગયેલ હાલતમાં મળી આવી હતી. કૃપાને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યાં તેનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en