વિધાતાની કપરી કસોટીમાં પાસ થયા સુરતના ભાઈ-બહેન, એક દિવસ અગાઉ પિતા ગુમાવ્યા બીજા દિવસે બોર્ડની પરીક્ષા આપવા પહોચ્યા

વ્યક્તિએ કોઇક ને કોઇક કસોટીમાં જીવનના દરેક તબક્કે ખરા ઉતરવું જ પડે છે અને જીવનની દરેક પરીક્ષા પાર કરવી જ પડે છે. દરેકના જીવનમાં આવતો આકરો સમય વ્યક્તિની સહનશક્તિ અને ક્ષમતાની પરીક્ષા લેતો હોય છે. વિધાતાની આવી જ એક આકરી આકરી કસોટીમાં પાસ થઇને સુરતના એક ભાઇ-બહેન મંગળવારે બોર્ડની પરીક્ષા આપવા માટે પહોંચ્યાં હતાં.

સુરતમાં સોમવારે પિતાનું અવસાન થયા બાદ અડગ મન સાથે ભાઇ-બહેન બોર્ડની પરીક્ષા આપવા માટે ગયા હતા. ધોરણ-10માં અભ્યાસ કરતો કૃણાલ સિદ્ધપુરા અને ધોરણ-12માં અભ્યાસ કરતી ભૂમિ સિદ્ધપુરાએ પરિવારમાં શોકમગ્ન માહોલ વચ્ચે પણ મક્કમ મનોબળ અને અડગ મન સાથે પરીક્ષા આપી હતી.

સુરત શહેરમાં આવેલા કામરેજ રોડ પર રઘુવીર રો-હાઉસમાં રહેતા શૈલેષભાઇ હિંમતભાઇ સિદ્ધપુરા (ઉંમર વર્ષ 42)નું સોમવારે સવારે અવસાન થયું હતું. પરિવારજનો સાથે વાત કરતા જાણવા મળેલી માહિતી અનુસાર છેલ્લા બે મહિનાથી શૈલેષભાઇ લિવરની બીમારીથી પીડાતા હતા અને સોમવારે સવારે તેમનું અવસાન થયું હતું. અવસાન થયા બાદ તેમની અંતિમક્રિયા સાંજે કરવામાં આવી હતી.

શૈલેષભાઇના અવસાનથી સમગ્ર પરિવાર શોકમગ્ન સ્થિતિમાં મુકાઇ ગયો હતો. મળેલી માહિતી અનુસાર શૈલેષભાઇનો પુત્ર કૃણાલ ધોરણ-10 અને પુત્રી ભૂમિ ધોરણ-12 માં અભ્યાસ કરે છે. બન્ને ભાઇ-બહેન અડગ મન સાથે મંગળવારની બોર્ડની પહેલી પરીક્ષા આપવા મારે પરીક્ષા કેન્દ્રએ પહોંચ્યા હતા. દિવંગત પિતાને કૃણાલે સોમવારે સાંજે અગ્નિદાહ આપ્યો હતો.

મળેલી માહિતી અનુસાર કૃણાલ હાલમાં વરાછા વિસ્તારમાં આવેલી સદ્વિદ્યા સ્કૂલમાં અને પુત્રી ભૂમિ સુરત ડાયમંડ એસોસિયેશન ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે. મંગલવારે કૃણાલે ધો. 10માં ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી ત્યારે પુત્રી ભૂમિએ ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો વિષયની પરીક્ષા આપી હતી.

મળેલી માહિતી અનુસાર શૈલેષભાઇ લિવરની બીમારીથી પીડાતા હતા અને સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. શૈલેષભાઇ હીરા પેઢીમાં રત્નકલાકાર હતા. સોમવારે તેમના અવસાન બાદ સાંજે અંતિમક્રિયા પુત્ર કૃણાલે કરી હતી. બન્ને ભાઈ-બહેન બોર્ડની પરીક્ષા હોય તેઓ પરીક્ષા આપવાનું ચૂક્યા ન હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *