વિડીયો: ગૌમાતાની ભૂખ ઠારવા આ ક્ષત્રીય યુવાને પોતાનું લીલું ખેતર ખુલ્લું મૂકી દીધું

ગુજરાતમાં આ વર્ષે ઓછો વરસાદ પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી હતી. પાણીની અછતના કારણે ઘણા ખેડૂતો વાવણી કરી શક્યા ન હતા. ઘણા ગામમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે, પશુ પાલકોએ હિજરત કરીને અન્ય સ્થળે જવું પડ્યું હતું.

પરંતુ ધાંગધ્રાના નારીચણા ગામે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા ગામના ક્ષત્રીય સમાજના એક ખેડૂતે પોતાના ખેતરમાં વાવેલી લીલીજારના પાકને ગાયો માટે ખુલ્લો મુક્યો અને ગાયોની ભૂખ શાંત કરી હતી.

એક રીપોર્ટ અનુસાર, ગાયોને બચાવવા માટે પોતાના બલિદાન આપનારા ક્ષત્રિયો વિશે ઈતિહાસમાં ઘણી બધી કથાઓ લખાયેલી છે. ત્યારે આવું જ એક ઉદાહરણ ધાંગધ્રાના નારીચણા ગામમાં સામે આવ્યું છે. ગત ચોમાસામાં ઓછો વરસાદ પડવાના કારણે ગુજરાતના કેટલાક ગામડાઓમાં પાણીની તંગી જોવા મળી છે.

પાણીની તંગીના કારણે ઘાસચારાનું વાવેતર પુરતા પ્રમાણમાં થયું નથી અને ઘાસચારો મોંઘો થઈ ગયો છે. તો કેટલીક જગ્યા પર તો ઘાસચારો જ નથી. જેના કારણે નારીચણા ગામની ગાયો છેલ્લા ત્રણ દિવસથી ભૂખી હતી. ગાયોની આ પીડા ગામના એક ક્ષત્રિય યુવાન કેતનસિંહ રાણા દ્વારા જોવાઈ નહીં.

ઘાસચારાના ભાવો આશમાને પહોચતા પશુપાલકો માટે પશુ નિભાવ ખર્ચ માથાના દુખાવા સમાન બની જતા પશુઓની હાલત દયનીય બની ગઇ છે. આવા કપરા સમયે કેતનસિંહ રાણા પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. કેતનસિંહ રાણાએ 500 જેટલી ગાયો માટે 15 વીધાના ખેતરમાં વાવેલો લીલીજારનો પાક ચરવા માટે ખુલ્લો મુકતા પશુપાલકોએ કેતનસિંહ રાણાનો આભાર વ્યક્ત કર્યો હતો.

ક્ષત્રીય યુવાન કેતનસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ભુખી ગાયોની આંતરડી ઠારવી એ ક્ષત્રીય ધર્મ અને ફરજ છે. જે મેં નિભાવી છે. ગાય માટે આપેલું ક્યારેય એળે નથી જતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *