રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિયાણીઓ જોહર કરશે? જાણો કોણે કરી જાહેરાત

Rajput Women Declare Jauhar: રાજકોટમાં પરષોત્તમ રૂપાલા મામલે ક્ષત્રિય સમાજ હવે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. જેમાં હવે પદ્મિનીબા વાળાનું 48 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થઈ રહ્યું છે. આ પહેલાં પદ્મિનીબાએ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેનો સમય આજે સાંજે 5 કલાકે પૂર્ણ થયો છે.તો બીજી તરફ આવતીકાલે 6 એપ્રિલે રાજવીઓ એકત્રિત થઈ રૂપાલા(Rajput Women Declare Jauhar) વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. જે બાદ રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે અને અહીંથી આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

ક્ષત્રાણીઓ કરશે જોહર
એવી વિગતો સામે આવી છે કે,ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે.જેના પગલે પોલીસ દોડતી થઈ છે. અમદાવાદમાં ક્ષત્રાણીઓના જૌહરના નિર્ણય બાદ પોલીસ ક્ષત્રિય મહિલાઓના ઘરે પહોંચી છે. ક્ષત્રાણીઓના નિવેદન લેવા પોલીસની ટીમ પહોંચી છે અને મામલો થાળે પાડી સમજાવવાનો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું
છેલ્લા થોડાં દિવસોથી રૂપાલાની ટિકિટ રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. આ માટે ક્ષત્રિય સમાજન અગ્રણી એા પદ્મિનીબાએ સરકારને રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે તેનો સમય પૂર્ણ થઈ રહ્યો છે.આ વચ્ચે અલ્ટીમેટમનો સમય પૂર્ણ થતાં ક્ષત્રિય સમાજ આગળની રણનીતિ ઘડશે. જેના માટે આવતીકાલે રાજકોટમાં ક્ષત્રિય સમાજની બપોર બાદ મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટી સમાજમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહી શકે છે.

તમામ રાજવીઓનો ક્ષત્રિય સમાજને ટેકો જાહેરઃ ઉતેલિયાના રાજવી
ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથસિંહે જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેને લઇ રાજવી પરિવારો ખૂબ દુઃખની લાગણી અનુભવે છે. રાજવી પરિવારોએ દેશની લોકશાહીમાં ઘણું સમર્પણ કર્યું છે. ત્યારે આ રીતના નિવેદનથી ખૂબ જ દુઃખ લાગ્યું છે. તમામ રાજવીઓનો ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં સમાજને જરૂર પડશે, ત્યાં અમે તેમની સાથે ઊભા છીએ. સંસ્થાઓ દ્વારા જે પણ આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે અથવા કાર્યક્રમ આપવામાં આવશે, તેમની સાથે રહીશું.