કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ ત્રણ જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આમાં જૈશનો ટોપ આતંકવાદી અને આઈઈડી નિષ્ણાત વાલિદ શામેલ છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. આ એન્કાઉન્ટરમાં ત્રણ સૈનિકો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કાશ્મીર ઝોનના આઇજી વિજય કુમારે કહ્યું કે, એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર અને આઈઈડી નિષ્ણાત વાલિદ સહિત ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી એક એમ -4 રાઇફલ, એકે -47 અને એક પિસ્તોલ મળી આવી છે. અન્ય સામગ્રી પણ મળી આવી છે.
ખીણમાં નેતાઓની સુરક્ષા અંગે આઈજીએ કહ્યું કે અમે તમામ રાજકીય કાર્યકરોને સંપૂર્ણ સુરક્ષા આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે હું રાજકીય કાર્યકરોને વિનંતી કરું છું કે એસ.ઓ.પી.નું પાલન કરો અને પોલીસને તેમની મુલાકાતો વિશે જાણ કરો.
દરમિયાન ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે કુલગામ પોલીસે આજે સવારે ગામ ચિમ્મરમાં ઇનપુટ્સના આધારે કામગીરી શરૂ કરી હતી. જેમાં પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
સિંહે કહ્યું કે સૈન્યના ત્રણ જવાન પણ ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના છે. આમાં એક ટોચના કમાન્ડરનો સમાવેશ થાય છે, જે આઈઈડી નિષ્ણાત હતો. તે પાકિસ્તાનમાં તેના માસ્ટર્સ પાસેથી સીધી સૂચના લેતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news