સુરતમાં લાંચ-રૂશ્વત શાખા દ્વારા સતત છટકા ગોઠવીને સતત ભ્રષ્ટાચારી તત્વોને સકંજામાં લઇ રહ્યા છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર નગરસેવકના પુત્ર અને તેના સાગરિતો લાંચ લેતા રંગે હાથે પકડાઈ ગયા છે. શું છે સમગ્ર ઘટના તે વિશે અહેવાલમાં વિગતવાર વાંચો.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 18 ના નગરસેવિકા લીલાબેન સોનવણે ના પુત્ર કૃણાલ સોનવણે અને ભટ્ટુભાઈ આધારભાઈ પાટીલ તેમજ ઓફિસ બોય તરીકે કામ કરતા એક કિશોરને 15 હજારની લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગેહાથ ઝડપી લીધેલ છે. અને આગળની કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર બી કે વનાર અને મદદનીશ નિયામક એન પી ગોહિલ કરી રહ્યા છે.
આ ઘટના વિશે મળતી માહિતી અનુસાર ફરિયાદી દ્વારા વોર્ડ નંબર 18 માં આજના ખટોદરા વિસ્તારમાં એક બાંધકામ કરી રહ્યા હતા. જે બાબતે કોર્પોરેટરના પુત્ર દ્વારા બાંધકામ કરનાર ફરિયાદી ને હેરાન ન કરવા પેટે 15 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જે રકમ જમા કરાવી જવા માટે કૃણાલે પોતાની ઓફિસ સાથે જોડાયેલા ભટ્ટુ પાટીલ ને આપી દેવા માટે જણાવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, કુણાલ ની માતા લીલાબેન સુરતમાં કોંગ્રેસ પક્ષના નગરસેવક છે. જ્યારે કૃણાલ ગુજરાત વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચમાં સક્રિય છે. કૃણાલ પોતાના વિસ્તારમાં દલિત નેતા તરીકે કાર્યરત છે.