અરવિંદ કેજરીવાલની ભવિષ્યવાણી વચ્ચે AAPમાં ભડકો, ભાજપે આ બેઠકના ઉમેદવારનો પાડ્યો ખેલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો લાગ્યો હોય તે પ્રકારના…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat Election 2022)ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી(AAP)ને મોટો ઝટકો લાગ્યો હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે અબડાસા(Abdasa)માં ભાજપે(BJP) મોટો ખેલ પાડયાના સમાચાર સામે આવી રહ્યા છે. એક બાજુ ભાજપ એમ કહે છે કે, ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ નથી, અને તેમની સરખામણી AAP સાથે નથી. ત્યારે બીજી બાજુ, ભાજપે AAPના ઉમેદવારનો તોડ પાડ્યો છે.

અમે તમને જણાવી દઈએ કે, અબડાસામાં AAPના ઉમેદવાર વસંત ખેતાણી ભાજપમાં જોડાય ગયા છે. વસંત ખેતાણી અચાનક સંપર્ક વિહોણા થયા હતા અને થોડીવાર બાદ ભાજપના જોડાય જતા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીને અબડાસામા મોટો ફટકો પડ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ફક્ત બે જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા રાજ્યમાં ચૂંટણીનો પ્રચાર-પ્રસાર ભારે વેગવંતો બનવા પામ્યો છે. એવામાં કચ્છની અબડાસા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વસંત ખેતાણીના ભાજપનો ખેસ ધારણ કરેલા ફોટા સામે આવતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કદાચ આજ રોજ PM મોદીની સભામાં વસંત ખેતાણી ભાજપને ટેકો કરવાની જાહેરાત કરી શકે છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *